Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

આઇપીઅેલમાં મિસ્‍ટ્રી ગર્લ નામથી જાણીતી માલતી ચાહર ફરી અેક વાર ચર્ચામાં : ધોમધખતા તાપમાં નેટ પ્રેક્ટિસ કરતી જોવા મળી

મુંબઇઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની સીઝન 11ના દરમિયાન મિસ્ટ્રી ગર્લના નામથી જાણીતી થયેલી માલતી ચાહર એક વાર ફરી ચર્ચામાં છે. આ વખતે તે ધોમ ધખતા તાપમાં બેટિંગ પ્રેક્ટિસ કરીને ચર્ચામાં છે. હકીકતમાં માલતીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રવિવારે ( 3 જૂને) એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે ચાહરની ક્રિકેટ એકેડમીમાં તાપમાં નેટ પ્રેક્ટિસ કરતી દેખાઈ રહી છે.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે માલતી હેલ્મેટ લગાવ્યા વિના જ આગરા સ્થિત ચાહર ક્રિકેટ એકેડમીમાં નેટ પ્રેક્સિટ કરી રહી છે. તે એક બાદ એક શોટ મારી રહી છે. માલતીએ આ વીડિયોને તેના ફેન્સ પસંદ કરી રહ્યા છે અને તેના ફુટવર્કની પ્રશંસા કરી રહ્યા છે.

ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ના 25 વર્ષના ઝડપી બોલર દીપક ચાહરની બહેન માલતીએ વીડિયો પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘હું પ્રેક્ટિસથી બહાર છું. આ તડકો જીવલેણ છે, તે બધા ખેલાડીઓને સલામ કરું છે જે આટલા તડકા અને ઠંડીમાં પણ રમે છે. આ એક લેધરનો બોલ છે.

દીપક ચાહરની બહેન માલતી સીએસકેની દરેક મેચ જોવા આવતી હતી. તે એવા સમયે ચર્ચામાં આવી, જ્યારે તેની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ હતી. વાઈરલ ફોટોમાં માલતી ખૂબ જ અલગ રિએક્શન આપતી દેખાઈ રહી હતી. તસવીર વાઈરલ થયા બાદ લોકોના મનમાં આ સવાલ આવ્યો કે તે કોણ છે? તેને ઈન્ટરનેટ પર પારલે-જી ગર્લ પણ કહી રહ્યા હતા. બાદમાં જાણ થઈ કે સીએસકેને સપોર્ટ કરનારી મિસ્ટ્રી ગર્લ કોઈ બીજું નહીં પણ દીપક ચાહરની બહેન છે.

માલતીએ સમગ્ર આઈપીએલ દરમિયાન સીએસકેને સપોર્ટ કર્યો અને તે યેલો ટી-શર્ટ પહેરીને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં પહોંચી જતી હતી. માલતીના નાના ભાઈ રાહુલ ચાહર પણ આ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો હિસ્સો હતો, પરંતુ તેને એકપણ મેચ રમવાની તક નહોતી મળી. 

(2:07 am IST)
  • ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે એશિયા કપમાં જીત સાથે શરૂઆત કરી છે. મલેશિયા વિરૂદ્ધ પોતાની પહેલી મેચમાં મિતાલી રાજે 97 રનની અણનમ ઈનિંગની મદદથી ભારતીય ટીમે મલેશિયાને 142 રનથી માત આપી છે. ટાર્ગેટનો પીછો કરવા માટે ઉતરેલ મલેશિયાની ટીમની બેટિંગ લાઈન પત્તાના મહેલની જેમ તૂટી પડી હતી. ટીમનો એકપણ ખેલાડી બે આંકડાના સ્કોર સુધી પહોંચી શક્યો નહતો. બોલરોના શાનદાર પ્રદર્શનથી મલેશિયાની ટીમને માત્ર 27 રન પર ઓલઆઉટ કરી દિધી હતી. access_time 2:48 am IST

  • વડોદરા કોર્પોરેશ દ્વારા દબાણ દુર કરવાની કામગીરી શરૂ : હરણી વારશિયા રીંગરોડ પરના સવાદ ખાતે દબાણ દુર કરાયાઃ ૧૩.૫ મીટરની એક લાઇન ખુલ્લી કરવા માટે ૧૧૦ દબાણો તોડી પડાયા access_time 3:56 pm IST

  • મંગળવારે પેટ્રોલમાં લિટરે 10 પૈસા અને ડીઝલમાં 8 પૈસાનો ઘટાડો થવાની શકયતા :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 77,08 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 74,00 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા છ દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 1:23 am IST