Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

પાક. સામે બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડનો વિજય: 1-1થી મેચ ડ્રો

નવી દિલ્હી: લડાયક બેટીંગ બાદ બોલરોના અસરકારક દેખાવને સહારે ઈંગ્લેન્ડે પાકિસ્તાન સામેની બીજી અને આખરી ટેસ્ટમાં એક ઈનિંગ અને ૫૫ રનથી વિજય મેળવીને બે ટેસ્ટની શ્રેણીને -૧થી ડ્રોમાં ખેંચી હતી. પાકિસ્તાને પ્રથમ લોર્ડ્ઝ ટેસ્ટમાં અણધારી જીત મેળવતા ઈંગ્લેન્ડ પર દબાણ સર્જાયું હતુ. જોકે લીડ્ઝમાં રૃટની આગેવાની હેઠળની ટીમે જોરદાર દેખાવ કરતાં ત્રીજા દિવસે ઈનિંગથી વિજય મેળવ્યો હતો.પાકિસ્તાનની પ્રથમ ઈનિંગ માત્ર ૧૭૪માં સમેટી લીધા બાદ ઈંગ્લેન્ડે બટલરની ૧૭૪ બોલમાં ૧૧ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી નોંધાવેલી અણનમ ૮૦ રનની ઈનિંગને સહારે ૩૬૩નો સ્કોર કર્યો હતો. જેમાં યુવા ખેલાડી બૅસના ૪૯, કૂકના ૪૬ અને રૃટના ૪૫ રન મુખ્ય હતા. પાકિસ્તાન તરફથી ફહીમે ત્રણ વિકેટ ઝડપી હતી. ૧૮૯ના દેવા સાથે રમવા ઉતરેલું પાકિસ્તાન આજે ત્રીજા દિવસે ૧૩૪માં ખખડી ગયું હતુ. બ્રોડ અને બૅસે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. બટલરને પ્લેયર ઓફ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

(4:20 pm IST)
  • મોદી દેશ અને નિતિશ બિહારના નેતા : સુશિલ મોદી : બિહારમાં નિતિશકુમારના નેતૃત્વમાં ચુંટણી લડાશે access_time 3:57 pm IST

  • ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે એશિયા કપમાં જીત સાથે શરૂઆત કરી છે. મલેશિયા વિરૂદ્ધ પોતાની પહેલી મેચમાં મિતાલી રાજે 97 રનની અણનમ ઈનિંગની મદદથી ભારતીય ટીમે મલેશિયાને 142 રનથી માત આપી છે. ટાર્ગેટનો પીછો કરવા માટે ઉતરેલ મલેશિયાની ટીમની બેટિંગ લાઈન પત્તાના મહેલની જેમ તૂટી પડી હતી. ટીમનો એકપણ ખેલાડી બે આંકડાના સ્કોર સુધી પહોંચી શક્યો નહતો. બોલરોના શાનદાર પ્રદર્શનથી મલેશિયાની ટીમને માત્ર 27 રન પર ઓલઆઉટ કરી દિધી હતી. access_time 2:48 am IST

  • અમરેલી :સરકારે ખરીદેલ ટેકાના ભાવની તુવેરની ચોરી :સાવરકુંડલાના બાઢડાના ગોડાઉનમાંથી અઢી લાખની તુવેરની ચોરી થઈ :ગોડાઉનના શટરના તાળા તોડીને તસ્કરો 90 ગુણી તુવેર ચોરી ગયા access_time 12:48 am IST