Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

વર્લ્ડ ડેફ સિનીયર ગ્રીકો-રોમન એન્ડ ફ્રી સ્ટાઈલ રેસલિંગ ચેમ્પિયનશીપમાંથી ગૂંગા પહલવાન બહાર

નવી દિલ્હી: ગૂંગા પહલવાનના નામથી જાણીતા બહેરા-મુંગા રેસલર વીરેન્દરસિંહને નેશનલ ફેડરેશન ઓલ ઈન્ડિયા સ્પોર્ટસ કાઉન્સિલ ઓફ ડેફ (એઆઈએસસીડી)માં કથિત અનિયમિત્તા વિરુદ્ધ બોલવાની સજા મળી છે. જાણીતા રેસલરને વર્લ્ડ ડેફ સિનીયર ગ્રીકો-રોમન એન્ડ ફ્રી સ્ટાઈલ રેસલિંગ ચેમ્પિયનશીપ માટે ટીમમાં સામેલ નથી કરવામાં આવ્યો. 

 

રશિયાના વ્લાદિમીરમાં ૧૧થી ૧૯ જૂન સુધી રમાનાર ચેમ્પિયનશીપ માટે વીરેંદરને ટીમમાં જગ્યા આપવામાં આવતા તેના પ્રશંસકો અને રેસલિંગ જગતને મોટો ઝટકો લાગ્યો છે. તેના સમર્થનમાં ઉતરતા અન્ય રેસલરોએ વર્લ્ડ ચેમ્પિયનશિપનો બોયકોટ કરવાની ધમકી પણ આપી છે. રેસલરોએ સાઈને પત્ર લખીને જાણકારી આપી છે કે જો વીરેંદરનુ નામ સામેલ નહીં કરવામાં આવે તો તે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ નહીં લે. 
સાત ઈન્ટરનેશનલ ટાઈટલ પોતાના નામે કરી ચુકેલ વીરેંદરે હાલમાં આરોપ લગાવ્યો હતો કે, ફેડરેશને તેને અને અન્ય પ્રતિભાગી રેસલરોને ૨૦૧૭ સૈમસન ડેફલિંપિક્સનુ પોકેટ એલાઉન્સ હજી સુધી નથી આપ્યુ. ત્યારબાદ વીરેંદરને નોટિસ પણ ફટકારવામાં આવી હતી અને માર્ચમાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. વીરેંદરસિંહે ડેફલિંપિક્સમાં ગોલ્ડ અને ડેફ વર્લ્ડમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. કેન્દ્રીય રમત મંત્રાલયે હાલમાં એઆઈએસસીડીને લખ્યુ હતું કે વીરેંદરના સસ્પેન્શનને તાત્કાલિક અસરથી હટાવવામાં આવે પરંતુ ફેડરેશન પ્રોજેક્ટ ઓફિસર કેતન શાહે જણાવ્યુ હતું કે વીરેંદર પહેલા ખોટા આરોપ લગાવવા મામલે માફી માંગે.

(4:19 pm IST)
  • સચિનના સૌથી મોટા ફેનને ધોનીએ લંચ માટે આપ્યુ આમંત્રણ : ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીએ સચિનના સૌથી મોટા ફેન સુધીરને પોતાના ઘરે લંચ પર બોલાવ્યો હતો. સુધીરે લંચ બાદ પોતાની આ મુલાકાતના ફોટો ટ્વિટર પર શેર કર્યો હતો તેમજ ઈમોશનલ મેસેજ પણ લખ્યો ‘સ્પેશિયલ દિવસ કેપ્ટન કૂલ ધોની સાથે. તેણે કેપ્શનમામ લખ્ય કે, ફાર્મ હાઉસમાં પરિવાર ધોનીના પરિવાર સાથે જે સુપર લંચ લીધુ તેને હું શબ્દોમાં નહિ વર્ણવી શકુ. access_time 8:47 pm IST

  • કેન્દ્રીય માહિતી પંચ (CIC)એ વડાપ્રધાન કાર્યાલય અને વિદેશ મંત્રાલયને કોહિનૂર હીરો, મહારાજા રણજીતસિંહનું સોનાનું સિંહાસન, શાહજહાનું હરિતાશ્મનો દારૂનો પ્યાલો અને ટીપૂ સુલ્તાનની તલવાર જેવી પ્રાચીન વસ્તુઓ સ્વદેશ પરત લાવવા માટે સરકારનાં પ્રયાસોનો ખુલાસો કરવા માટેનાં નિર્દેશ આપ્યા છે. આ તમામ પ્રાચીન વસ્તુઓ ભારતનો વૈભવી ઇતિહાસનું પ્રતિક છે અને લોકકથાઓનો હિસ્સો છે અને તે અંગ્રેજ સરકાર અને આક્રમણકર્તાઓ દ્વારા લૂંટીને લઇ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ હાલ તે વિશ્વનાં અલગ અલગ સંગ્રહાલયોની શોભા વધારી રહ્યા છે. access_time 2:48 am IST

  • ઓપરેશન બ્લુસ્ટારની વરસીએ સુરક્ષા વધારાઈ :પોલીસકર્મીની રાજા કેન્સલ :મંદિર પરિસર આસપાસ 3200 પોલીસ જવાનો તૈનાત :શહેરના પ્રવેશ માર્ગો પર મોટો પોલીસ કાફલો ખડકી દેવાયો :એરપોર્ટ, રેલવે સ્ટેશન અને શહેરમાં આવતા તમામ માર્ગોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો ;વાહનોનું ચેકીંગ access_time 12:29 am IST