Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

IPL:મુંબઈના બેટ્સમેનો 13 વખત શૂન્ય રને આઉટ :9 પહેલા જ બોલે શિકાર:રોહિત ત્રણ વખત અને ઈશાન બે વાર ઝીરોમાં આઉટ

ત્રણ વખત ચેમ્પિયન બનેલી મુંબઈ ટીમનો નોંધાયો શરમજનક રેકોર્ડ

ઈન્ડિયન પ્રીમિયર લીગ-11માં મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે રમાયેલ મેચમાં મુંબઇનો વિજય થયો છે મુંબઈ 12માંથી 7 મેચો હારીને છઠ્ઠા સ્થાને છે.

   મુંબઈ સીઝનમાં તેના બેટ્સમેનો 13 વખત ખાતુ ખોલાવ્યા વિના પેવેલિયન પાછા ફર્યા છે, જેમાં 9 વખત તો પહેલા બોલે એટલે કે, ‘ગોલ્ડન ડકનો શિકાર બની ચૂક્યા છે. આમાં સૌથી વધુ રોહિત શર્મા 3 વખત ઝીરો પર આઉટ થઈ ચૂક્યો છે. ઉપરાંત ઈશાન કિશન 2 વખત શૂન્ય રને આઉટ થઈ ચૂક્યો છે.

  મુંબઈ અને પંજાબ વચ્ચે 21 મેચો રમાઈ છે જેમાં 11 વાર મુંબઈએ અને 10 વખત પંજાબે જીત મેળવી છે. મુંબઈ વિરુદ્ધ ક્રિસ ગેઈલનું બેટ હંમેશાં ગરજ્યું છે. ગેઈલે મુંબઈ સામે 14 મેચોમાં 128.78 રનના સ્ટ્રાઈક રેટથી 519 રન બનાવ્યા છે. સીઝનમાં વાનખેડેના સ્ટેડિયમ પર પેસર્સને ઘણી મદદ મળી છે. અહીં સીઝનમાં ફાસ્ટ બોલર્સે 8.26ના ઈકોનૉમી રેટ સાથે 31 વિકેટો ઝડપી છે.

    મુંબઈ માટે સૌથી મોટી મુશ્કેલી તેનો મિડલ ઑર્ડર છે. ઓપનિંગમાં સૂર્યકુમાર યાદવ અને ઈવિન લુઈસે હંમેશાં મુંબઈને સારી શરૂઆત અપાવી છે. છેલ્લી કેટલીક મેચોમાં ઈશાન કિશન અને અન્ય બેટ્સમેનો પ્રમાણમાં સારું પ્રદર્શન કર્યું છે. મુંબઈની ટીમ ખેલાડીઓ પાસેથી વધુ સારા પ્રદર્શનની આશા રાખી રહી હશે.

(1:38 am IST)