Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

બ્રાજીલ ટીમમાં ફૂટબોલર નેમારનો સમાવેશ

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ફૂટબોલ જગતના પાવરહાઉસ ગણાતા બ્રાઝિલે રશિયામાં ૧૪મી જુનથી શરૃ થનારા ફિફા વર્લ્ડ કપ માટેની હાઈપ્રોફાઈલ ટીમની જાહેરાત કરી દીધી છે. બ્રાઝિલે હાલમાં સર્જરી બાદ રિકવરી તબક્કામાં પહોંચેલા સ્ટાર ખેલાડી નેમારને વર્લ્ડ કપ ટીમમાં સ્થાન આપ્યું છે. જોકે ડાની એલ્વીસ જેવા છેલ્લા બે વર્લ્ડ કપમાં રમવાનો અનુભવ ધરાવતા ખેલાડીને ઈજાના કારણે આ વર્લ્ડ કપ ગુમાવવો પડશે. રશિયામાં તારીખ ૧૪મી જુનથી ૩૨ ટીમોનો ફિફા વર્લ્ડ કપ શરૃ થશે, જેમાં જર્મની ટાઈટલ બચાવવા માટે ઉતરશે. બ્રાઝિલની ટીમમાં નેમારની સાથે ફિલિપ્પે કોઉટીન્હો તેમજ ગેબ્રિયલ જીસસનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ડાની એલ્વીસના સ્થાને ડાનીલો અને  ફાગ્નેર્સને તક આપવામાં આવી છે. બ્રાઝિલની ટીમમાં ફ્રેડ અને ટાઈસનને સમાવવામાં આવ્યા છે. બધાની નજર સુપરસ્ટાર સ્ટ્રાઈકર નેમાર પર ટકેલી હતી. તેણે માર્ચ મહિનામાં સર્જરી કરાવી હતી અને હાલમાં તે રિકવરીના તબક્કામાં છે. બ્રાઝિલની ટીમ તારીખ ૩ જુને ક્રોએશિયા સામેની ફ્રેન્ડલી મેચથી વર્લ્ડ કપની તૈયારી શરૃ કરશે. બ્રાઝિલીયન કોચ ટીટેએ કહ્યુ કે, આગામી વર્લ્ડ કપમાં ટોચના ત્રણ ખેલાડીઓમાં નેમાર સામેલ હશે. જોકે મારી બ્રાઝિલની ટીમ માત્ર તેના પર જ આધારિત નથી. બ્રાઝિલને ફિફા વર્લ્ડ કપમાં ગુ્રપ ઈમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં સ્વિત્ઝર્લેન્ડ, કોસ્ટા રિકા અને સર્બિયા જેવી ટીમો છે. બ્રાઝિલ તેની પ્રથમ મેચ તારીખ ૧૭મી જુને સ્વિત્ઝર્લેન્ડ સામે રમશે. બ્રાઝિલની વર્લ્ડ કપ માટેની ટીમ ફોરવર્ડ : નેમાર, ગેબ્રિયલ જીસસ, રોબેર્ટો ફિર્મિંગો, ડગ્લાસ કોસ્ટા અને ટાયસન, મીડ ફિલ્ડર : વિલિયન, રેનાટો ઓગસ્ટો, પૌલીન્હો, ફ્રેડ, ફેર્નાન્ડીન્હો, ફિલિપ્પે કોઉન્ટીન્હો, કાસેમીરો. ડિફેન્ડર : ડાનીલો, થિએગો સિલ્વા, ફાગ્નેર, ફિલિપે લુઈસ, પેડ્રો જેરોમલ, માર્સેલો,  માર્કીન્હોસ, મીરાન્ડા. ગોલકિપર : કાસીઓ, એલીસન, એડેરસન. કોચ : ટીટે

 

(3:52 pm IST)