Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

વિરાટના નામનું ટી-શર્ટ પહેરીને મેચ પહેલા તેનો ઉત્સાહ વધાર્યો અનુષ્કાએ

અનુષ્કા શર્મા તેના પતિ વિરાટ કોહલીનો ઉત્સાહ વધારતી જોવા મળી હતી. અનુષ્કા હાલમાં ''ઝીરો''નું શૂટીંગ કરી રહી છે અને ફિલ્મના સેટ પરથી તેના પતિની મેચ પહેલા તેને સપોર્ટ કરતી જોવા મળી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં વિરાટ કોહલીની ટીમનો વિજય થયો હતો. મેચ શરૂ થવા પહેલા અનુષ્કાએ ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર તેનો ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં તે વિરાટના નામ અને તેના ૧૮ નંબર સાથેનું ટી-શર્ટ પહેરીને જોવા મળી હતી. આ ફોટો શેર કરીને અનુષ્કાએ ટ્વીટ કર્યુ હતું કે કમ ઓન બોયઝ.

(3:49 pm IST)