Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

શ્રીશાંતને સુપ્રિમ કોર્ટનો સહારોઃ સ્પોટ-ફિકિસંગ કેસમાં સુનાવણી જુલાઈ સુધીમાં કરવાનો આદેશ

આઈપીએલમાં ૨૦૧૩માં થયેલા સનસનાટીભર્યા સ્પોટ ફિકસીંગ કેસમાં ક્રિકેટર એસ. શ્રીશાંત સહિત કેટલાક ખેલાડીઓને આરોપમુકત કરવાના નીચલી અદાલતના ચુકાદા સામે દિલ્હી હાઈકોર્ટમાં કરવામાં આવેલી અપીલની સુનાવણી જુલાઈ સુધીમાં કરવા માટે ગઈકાલે સુપ્રિમ કોર્ટે કહ્યુ હતું.

આ કેસમાં શ્રીશાંત પર ક્રિકેટ બોર્ડે આજીવન પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પ્રતિબંધને શ્રીશાંતે કેરળ હાઈકોર્ટમાં પડકાર્યો હતો પણ કોર્ટે એને યોગ્ય ઠરાવ્યો હતો. કેરળ હાઈકોર્ટના ચુકાદાને શ્રીશાંતે સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો છે. ચીફ જસ્ટીસ દિપક મિશ્રાની બેન્ચે કહ્યુ હતું કે ક્રિકેટરની ક્રિકેટ રમવાની ઉત્સુકતાને સમજી શકાય એમ છે, પણ નીચલી અદાલતના ચુકાદાના વિરોધમાં દિલ્હી પોલીસે કરેલી અપીલ પર હાઈકોર્ટના નિર્ણયનો સુપ્રિમ કોર્ટ ઈન્તેજાર કરશે.(૩૭.૩)

(12:40 pm IST)