Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

પહેલી જ ટેસ્ટ મેચમાં આયરલેન્ડનો પાકિસ્તાન સામે ૫ વિકેટે પરાજય

સૌથી મોટી વયે ડેબ્યુ - ટેસ્ટમાં સેન્ચુરી બનાવનારો ૩૪ વર્ષનો કેવિન ઓબ્રાયન મેન ઓફ ધ મેચ

આયરલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ડબ્લિનમાં રમાયેલી ઐતિહાસિક પહેલી ટેસ્ટ મેચમાં આયરલેન્ડનો પાંચ વિકેટે પરાજય થયો છે. આ ટેસ્ટ મેચમાં ગઈકાલે પાંચમા અને છેલ્લા દિવસે પાકિસ્તાને જીત માટે મળેલા ૧૬૦ રનના લક્ષ્યાંકને પાંચ વિકેટે પાર પાડ્યુ હતું. ઈન્ઝમામ-ઉલ-હકના ભત્રીજા ઈમામ-ઉલ-હકે નોટઆઉટ ૭૪ રન અને બાબર આઝમે ૫૯ રન બનાવ્યા હતા. પાકિસ્તાનની બીજી ઈનીંગ્સમાં ૧૪ રનમાં ત્રણ વિકેટ પડી ગયા બાદ તેમણે બાજી સંભાળી લીધી હતી.

પાકિસ્તાને પહેલી ઈનિંગ્સમાં ૯ વિકેટે ૩૧૦ રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. આયરલેન્ડની ટીમ પહેલી ઈનિંગ્સમાં માત્ર ૧૩૦ રનમાં આઉટ થઈ હતી. જો કે ફોલોઓન બાદ ટીમે ભવ્ય ફાઈટ બેક કરી હતી અને બીજી ઈનીંગ્સમાં ૩૩૯ રન બનાવીને પાકિસ્તાનને જીતવા માટે ૧૬૦ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પહેલી ઈનિંગ્સમાં ૪૦ રન બનાવનારા ડેબ્યુ ખેલાડી કેવિન ઓબ્રાયને બીજી ઈનિંગ્સમાં ૧૧૮ રન બનાવ્યા હતા.

(12:40 pm IST)