Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

પોરબંદરની નિર્મળા મહેશ્વરીને રાજ્ય એથ્લેટીકસમાં ગોલ્ડ મેડલ

પોરબંદર તા.૧૩ : જુનાગઢમાં યોજાયેલ ૩૭મી એથ્લેટીકસ રાજ્યકક્ષાની સ્પર્ધામાં પોરબંદર જીલ્લામાંથી કુલ ૫૦ જેટલા ખેલાડીભાઇ બહેનોએ ભાગ લીધેલ હતું. જેમાં નિર્મલા મહેશ્વરીએ સતત ત્રીજા વખત ગોળાફેંક ચક્રફેંકની રમતમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ જીત્યું હતું. નિર્મલા અનેક રમતો સાથે સંકડાયેલા છે.

તેણીએ જુડો રમતમાં પોરબંદર જીલ્લાના અને ખેલાડીઓને રાષ્ટ્રીકક્ષાએ પહોંચાડી ચંદ્રકો અપાવ્યા તેમની આ ખેલની રૂચીના કારણે જ નિમૃલાબેન ૪૦ની વયે પણ સતત ત્રીજા વર્ષે ગોલ્ડ મેડલ જીત્યા છે. રમત ગમત પ્રેમીઓએ હેટ્રીક માટે તેણીને અભિનંદન પાઠવ્યા હતાં.

(11:52 am IST)
  • મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં દિગ્વિજયસિંહના ગઢ રાઘોગઢમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની અથડામણ પછી તણાવભરી સ્થિતિ ફેલાય ગઈ છે : તણાવને ધ્યાનમાં રાખીને, સાવચેતીનાં ભાગરૂપે ત્યાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે : આગામી સપ્તાહે રાઘોગઢમાં મ્યુનિસિપલ ચૂંટણી યોજાવાની છે. access_time 1:37 pm IST

  • કર્ણાટકના ઉદ્યોગમંત્રીએ બેંગલુરુને દેશની બીજી રાજધાની બનાવવાની માગણી કરી access_time 11:57 am IST

  • ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરૂદ્દીનએ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) સામે મોટા આક્ષેપો કર્યા છે. અહેવાલો અનુસાર, અઝહરૂદ્દીને આક્ષેપ કર્યો છે કે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના કેટલાક સભ્યો તેમને HCA પ્રમુખની ચુંટણીમાં ભાગ લેવાથી રોકવા માંગે છે. access_time 1:19 pm IST