Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

દરેક ખેલાડીને તેની રમત પ્રત્યે આઝાદી ત્રીજી મેચમાં યુવાઓને તક મળશેઃ રોહિત

ઋતુરાજ, અવેશ ખાન, ઈશાન કિશન, ચહલને સ્થાન મળશે

નવીદિલ્હીઃ ભારતીય ટીમના નવા રોહિત શર્માએ પોતાની ફુલ ટાઈમ કેપ્ટનશિપની શરૂઆત શાનદાર રીતે કરી છે.  હિટમેનની કપ્તાની હેઠળ, ટીમ ઈન્ડિયાએ કિવી  સામે ત્રણ મેચની ટી-૨૦ સિરીઝ શ્રેણી જીતી લીધી છે.

 રાંચીમાં રમાયેલી બીજી  ટી-૨૦ મેચમાં ભારતે શ્રેણી કબજે કર્યા પછી રોહિત શર્માએ બેન્ચ સ્ટ્રેન્થની પ્રશંસા કરી.  તેણે વખાણ કરતા કહ્યું, તેઓ બધા સારું કરી રહ્યા છે અને મેદાન પર રહેલા ખેલાડીઓ પર વધુ સારૃં રમવા માટે સતત દબાણ કરી રહ્યા છે. એક કેપ્ટન તરીકે મારા માટે એ મહત્વનું છે કે હું તેમને તેમની રમત મુકતપણે રમવાની આઝાદી આપું, કારણ કે હવે તેમનો સમય આવશે.

હિટમેનના નિવેદનને ધ્યાનમાં લેવામાં આવે તો ત્રીજી ટી-૨૦ મેચમાં ભારતીય ટીમમાં ફેરફાર થઈ શકે છે. આગામી મેચમાં બેન્ચ સ્ટ્રેન્થના ખેલાડીઓને અજમાવી શકે છે.

 બેન્ચ સ્ટ્રેન્થમાં રૂતુરાજ ગાયકવાડ, અવેશ ખાન, ઈશાન કિશન અને યુઝવેન્દ્ર ચહલ જેવા ખેલાડીઓ છે.  એવું માનવામાં આવે છે કે આ ખેલાડીઓને ત્રીજી  ટી-૨૦ મેચમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાની તક મળી શકે છે.  અનુમાન મુજબ, ઋષભ પંતના સ્થાને ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડના સ્થાને કેએલ રાહુલ, અવેશ ખાન, દીપક ચહર અથવા ભુવનેશ્વર કુમારને સ્થાન આપવામાં આવશે.

(12:56 pm IST)