Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી- ૨૦ અને વનડે સીરિઝ માટે ભારતીય ટીમની આવતીકાલે જાહેરાત

રોહિત શર્માને વિન્ડીઝ સામેની સીરિઝમાં આરામ આપવામાં આવે તેવી સંભાવના, મયંક અગ્રવાલને તેની જગ્યાએ તક મળી શકે

નવીદિલ્હીઃ ભારત વેસ્ટ ઇન્ડિઝ સામેની ત્રણ ટી૨૦ મેચો તા.૬,૮ અને ૧૧ ડીસેમ્બરના  મુંબઈ, થિરૂવનંથપુરમ અને હૈદરાબાદમાં રમશે. ત્રણ વનડે ચેન્નાઇ, વિશાખાપટ્ટનમ અને કટક ખાતે તા.૧૫, ૧૮ અને ૨૨ નવેમ્બરના રોજ રમશે

એમએસકે પ્રસાદના નેતૃત્વમાં સિલેકશન કમિટી આવતીકાલે કોલકાતામાં વેસ્ટ ઇન્ડિઝ સામેની ત્રણ ટી-૨૦ અને વનડે સીરિઝ માટે ટીમ પસંદ કરશે. પ્રસાદના નેતૃત્વ વાળી કમિટીનું આ સિલેકટર્સ તરીકે અંતિમ સિલેકશન હોય તે લગભગ નક્કી છે. બીસીસીઆઈની એન્યુલ જનરલ મિટિંગ ૧ ડિસેમ્બરના રોજ થવાની છે, તેથી એક નવી સિલેકશન કમિટી જલ્દી જોવા મળી શકે છે.

રોહિત શર્માને વિન્ડીઝ સામેની સીરિઝમાં આરામ આપવામાં આવે છે કે નહીં, તે જોવાનું રહેશે. રોહિત માટે આ સીઝન લાંબી રહી છે. તે આઇપીએલથી સતત રમતો આવ્યો છે અને તેના વર્કલોડ પર ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. બાંગ્લાદેશ સામેની ટી-૨૦માં વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો હતો અને રોહિતે ટીમની કપ્તાની કરી હતી. બીસીસીઆઈના એક સદસ્યે કહ્યું કે, સિલેકટર્સ રોહિત સાથે વાત કરશે અને ત્યારબાદ તેને આરામ આપવો કે નહીં તે નિર્ણય લેશે. જો રોહિત શર્માને આરામ આપવામાં આવે તો મયંક અગ્રવાલને તેની જગ્યાએ તક મળી શકે છે.

(4:14 pm IST)
  • મધ્યપ્રદેશમાં ગાંજાની ખેતી કરવી હવે કાયદેસર ગણાશે : કેન્સરની બનશે દવા :સરકાર નિયમ 1985માં કરશે ફેરફાર :અફીણની માફક ગાંજાની પણ ખેતી કરી શકાશે :દરવર્ષે લાયસન્સ અપાશે : ખેતીના ફાયદા ગણાવતા જનસંપર્ક મંત્રી પીસી શર્માએ કહ્યું કે આ ખેતીથી કેન્સર જેવી બીમારીઓની દવા બનાવાશે :આ ગાંજો નહીં પણ હેમ્પની ખેતી થાય છે : ઉત્તર પ્રદશ અને ઉત્તરાખંડમાં પણ આ ખેતી થાય છે access_time 1:12 am IST

  • 7000 કરોડનું ટેક્સ રિફંડ માટે વોડાફોન અને આઈડિયાએ દબાણ કર્યું છે પરંતુ નવી જવાબદારીઓ આવી પડે તે ધ્યાને લઇ આવકવેરા ખાતું તે સ્વીકારવા હિચકિચાટ અનુભવે છે access_time 10:04 pm IST

  • જળ વિદ્યુત શક્તિનું ઉત્પાદન આ વર્ષે રેકોર્ડ બ્રેક 16 ટકા વધુ થયેલ છે access_time 10:02 pm IST