Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

બીજા વર્ષે પણ અગરવાલ ફોર્મ જાળવી રાખે તો સારૃં: ગાવસકર

આઠ મેચમાં બે વખત ડબલ સેન્ચ્યુરી ફટકારીઃ ઓફ સાઇડમાં આકર્ષક સ્ટ્રોક ફટકારે છે : શમીની બોલીંગ પણ જોરદાર

મુંબઇ : બંગલા દેશ સામે પહેલી ટેસ્ટ મેચમાં ર૪૩ રનની જબરદસ્ત ઇંનિગ્સ રમનાર મયંક અગરવાલની પ્રશંસા અટકવાનું નામ નથી લઇ રહી ત્યાં ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસકરે કહ્યું છે કે બીજા વર્ષે પણ જો મયંક પોતાનું આ ફોર્મ જાળવી રાખે તો સારૂ. મયંકે ડિસેમ્બર ર૦૧૮માં ટેસ્ટ મેચમાં ડેબ્યુ કર્યુ હતું અને એ ક વર્ષના ગાળામાં તે આઠ ટેસ્ટ મેચ રમી ચુકયો છે આ આઠ મેચમાં તેણે બે વાર ડબલ સેન્ચુરી ફટકારી છે. તેના આ શાનદાર ફોર્મ વિશે સુનીલ ગાવસકરે કહ્યું હતું કે 'મયંક ટેસ્ટ ક્રિકેટ માણી રહ્યો છે આ તેનું પહેલું વર્ષ છે અને આવતા વર્ષે પણ તે આ ફોર્મ જાળવી રાખે તો સારૂ, કેમ કે બીજા વર્ષે સામેવાળી ટીમ પાસે તેની ગેમ વિશે અનેક માહિતી, અનેક ડેટા હશે છતા તે ફોર્મ જાળવીને સારી રીતે બેટિંગ કરી શકે છે. તે ફ્રન્ટ અને બેકફુટ પર રમે છે એ ખુબ લાજવાબ છે. ઓફસાઇડ પર બેલેન્સ ગુમાવ્યા વિના તે સારી રીતે રમી શકે છે તેની આ ગેમ જોઇને ખબર પડેછે કે તે રમતી વખતે કેટલો આત્મવિશ્વાસ રાખે છ.ે'

આ ઉપરાંત ગાવસકરે મોહમ્મદ શમીની બોલિંગના પણ વખાણ કર્યા હતા. બાવીસમી નવેમ્બરે કલકત્તાના ઇડન ગાર્ડન્સમાં ભારત અને બંગલા દેશ પિન્ક બોલ વડે પહેલી વાર ડેનાઇટ ટેસ્ટ મેચ રમશે.

(4:13 pm IST)