Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચમાં રોહિત શર્મા રચશે આ ઈતિહાસ!

નવી દિલ્હી :ઓસ્ટ્રેલિયા સામે બ્રિસબેનમાં શરૂ થવા જઈ રહેલી ત્રણ ટી-20 મેચની શ્રેણીમાં રોહિત પાસે રમતના આ સૌથી નાના ફોર્મેટના સૌથી મોટા ખેલાડી બનાવવાનો સુવર્ણ અવસર છે. રોહિતે 87 ઈન્ટરનેશનલ ટી-20 મેચની 80 ઈનિંગમાં 33.43ની સરેરાશથી 2207 રન બનાવ્યા છે. તેઓ ઈન્ટરનેશનલ ટી-20 મુકાબલામાં સૌથી વધારે રન બનાવવાના મામલામાં ન્યૂઝીલેન્ડના માર્ટિન ગપ્ટિલથી 64 રન પાછળ છ

 ઓસ્ટ્રેલિયા સામે રોહિતનો સુંદર રેકોર્ડ જોઈને લાગે છે કે પ્રથમ ટી-20માં આ તોફાની બેટ્સમેન ઈતિહાસ રચી નાખશે. ગપ્ટિલના નામે 75 મેચોની 73 ઈનિંગમાં 34.40ની સરેરાશથી 2271 રન નોંધાયેલા છે.

(12:17 am IST)