Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

હરમનપ્રિત કૌર બની મહિલા વિશ્વકપની સિક્સર કવિન: સૌથી વધુ 12 છગ્ગા ફટકાર્યા :લાંબી સિક્સર પણ લગાવી

હરમનપ્રીતે વિશ્વ કપમાં અત્યાર સુધી 12 છગ્ગા લગાવ્યા છે. સીરીઝની પ્રથમ મેચમાં જ ન્યૂઝીલેન્ડની સામે તેમણે તોફાની સદી ફટકારીને ભારતીય મહિલા ટીમનું અસ્તિત્વ બરકાર રાખ્યુ હતું. 103 રનની ઈનિંગ દરમ્યાન હરમનપ્રીતે ફક્ત 51 બોલ રમ્યા હતાં. જેમાં તેણે 8 છગ્ગા અને 7 ચોગ્ગા લગાવ્યા હતાં.

એટલું જ નહીં, હરમનપ્રીતની છગ્ગાની સરેરાશ લંબાઈ જોવામાં આવે તો તેઓ અન્ય બેટ્સમેનો પર ભારે પડી રહીં છે. વિશ્વ કપમાં તેના છગ્ગાની સરેરાશ લંબાઈ 77 મીટર સુધી છે. જ્યારે બાકી કોઈ પણ ક્રિકેટર સરેરાશ 71 મીટર સુધી જ છગ્ગા મારી શક્યા છે. વિશ્વ કપમાં સૌથી વધારે છગ્ગા લગાવવાનો રેકોર્ડ પહેલા વેસ્ટ ઈન્ડીઝની ડેન્ડ્રાના નામે હતો. ડેન્ડ્રાએ 2010માં 9 છગ્ગા લગાવ્યા હતાં.

(12:12 am IST)