Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

27મીએ ઓરિસ્સામાં હોકી વિશ્વકપનો ઉદ્ધઘાટન સમારોહ સંગીતકાર એ આર રહેમાન અને શાહરુખ પરફોર્મ કરશે

ઓડિશા હોકી વિશ્વ કપના ઉદ્ઘાટન સમારોહનું 27મીએ આયોજન થશે અને વિશ્વ કપના જશ્ન સાથે જોડાયેલ સમારોહ 28 નવેમ્બરે બારાબતી સ્ટેડિયમ પર આયોજીત કરવામાં આવશે. વિશ્વ કપની શરૂઆત 28 નવેમ્બરથી થશે અને ટૂર્નામેન્ટ 16 ડિસેમ્બર સુધી ચાલશે.

 જનતાની માંગને જોતા આ ટૂર્નામેન્ટની ટિકિટ 'ટિકિટજીની' વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. ઓડિશા હોકી વિશ્વકપના ઉદ્ઘાટન સમારોહમાં સંગીતકાર એ.આર.રહમાનની સાથે ઘણી બોલીવુડ હસ્તિઓ પરફોર્મ કરશે. સૂત્રોએ જણાવ્યું કે, ઓસ્કાર વિજેતા સંગીતકાર એ આર રહેમાન બંન્ને જગ્યાએ પરફોર્મ કરશે જ્યારે સુપરસ્ટાર શાહરૂખ ખાન પણ હાજર રહેશે.

(12:06 am IST)