Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

વિમેન્સ ટી-20 વર્લ્ડ કપ: ભારત - ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ

નવી દિલ્હી: વેસ્ટ ઇન્ડીઝ ખાતે યોજાઇ રહેલા વિમેન્સ ટી૨૦ વર્લ્ડકપની સેમિફાઇનલમાં કઇ ટીમ કોની સામે રમશે તેનો ફેંસલો થઇ ગયો છે. ગૂ્રપ 'બી'માં ટોચનું સ્થાન મેળવનારી ભારતીય ટીમ ગૂ્રપ 'બી'માં બીજા ક્રમની ઇંગ્લેન્ડ સામે જ્યારે ગૂ્રપ ''માં ટોચના સ્થાને આવનારી વેસ્ટ ઇન્ડીઝની ટીમ ગૂ્રપ 'બી'માં બીજા ક્રમની ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. જેમાં વિન્ડીઝ-ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ સેમિફાઇનલ ગુરુવારે મોડી રાત્રે ૧ઃ૩૦થી જ્યારે ભારત-ઇંગ્લેન્ડની બીજી સેમિફાઇનલ શુક્રવારે સવારે ૫ઃ૩૦થી ખેલાશે. રવિવારે રમાયેલી લીગ રાઉન્ડની અંતિમ મેચમાં વેસ્ટ ઇન્ડીઝે-ઇંગ્લેન્ડ સામે જ્યારે દક્ષિણ આફ્રિકાએ બાંગલાદેશ સામે વિજય મેળવ્યો હતો. વિમેન્સ ટી૨૦ વર્લ્ડકપમાં વખતે સૌથી વખતે ૧૭ મેચમાં ૫૮ સિક્સર જોવા મળી છે. જે એક એક વિમેન્સ ટી૨૦ વર્લ્ડકપમાં સૌથી વધુ સિક્સનો વર્લ્ડરેકોર્ડ છે. ૫૭ સિક્સ સાથે અગાઉનો રેકોર્ડ ૨૦૧૪ના ટી૨૦ વર્લ્ડકપને નામે હતો. બેટ્સવિમેને વખતે સરેરાશ ૬૫ બોલમાં સિક્સ ફટકારી છે.

(5:24 pm IST)