Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

ભારતીય ફૂટબોલ ટીમને જોર્ડનની ટીમે ૨-૧થી હરાવ્યું

જોર્ડને પહેલી આંતરરાષ્ટ્રીય પ્રેન્ડલી મેચમાં ૨-૧થી ભારતને હરાવ્યું

ભારતીય ફૂટબોલ ટીમને જોર્ડનની ટીમે પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય પ્રેન્ડલી મેચમાં ૨-૧થી હારાવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જોર્ડન ફૂટબોલ ટીમ વર્લ્ડ રેન્કિંગમાં ૧૧૨ ક્રમે ધરાવે છે. ફીફા રેન્કિંગમાં ૯૭મો ક્રમ ધરાવનાર ભારતીય ટીમ બે ગોલથી પાછળ રહ્યા બાદ સ્કોર બરોબરી કરવાની તક મળી ન હતી.

મેજબાન જોર્ડન ટીમના આમેર શફીએ ૨૫મી અને અહસાને ૫૮મી મિનિટે ગોલ કર્યો હતો. ભારતે એક માત્ર ગોલ નીશુ કુમારે ૬૧મી  મિનિટે કર્યો હતો.આ મેચમાં ભારતે પોતાના સર્વશ્રેષ્ઠ સ્ટ્રાઈકર સુનીલ છેત્રીની ગેરહાજરી વર્તાઈ રહી હતી.

(3:10 pm IST)