Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

હોકી વર્લ્ડકપના થીમ - સોન્ગના ટીઝરમાં દેખાયા શાહરૂખ અને એ.આર. રહેમાન

૨૭ નવેમ્બરે ભુવનેશ્વરમાં થનારા ઉદ્દઘાટન સમારોહમાં કરશે પર્ફોર્મ

૨૮ નવેમ્બરથી ઓડીશાની રાજધાની ભુવનેશ્વરમાં આયોજીત થનારા મેન્સ હોકી વર્લ્ડકપના ઓફીશ્યલ એન્થમ સોંગના ટીઝરને રવિવારે રીલીઝ કરવામાં આવ્યુ હતું. હોકી વર્લ્ડ કપની એન્થમ ગુલઝારે લખી છે. તેમ જ એ. આર. રહેમાને કમ્પોઝ કરી છે. ૪૬ સેકન્ડના આ વિડીયોમાં ઓડીશાની સાંસ્કૃતિક ઝલક અને ભારતીય ટીમના ખેલાડીઓ નજરે પડે છે. ઉપરાંત એ. આર. રહેમાન અને શાહરૂખ ખાન પણ હોકી સ્ટીક સાથે દેખાય છે. આ સ્પર્ધાનો ઉદ્દઘાટન સમારોહ ૨૭ નવેમ્બરે થશે. આ માટે ભુવનેશ્વરના કલીંગા સ્ટેડિયમને તૈયાર કરવામાં આવ્યું છે. ૨૮ સપ્ટેમ્બરથી શરૂ થનારી આ સ્પર્ધામાં કુલ ૧૬ ટીમો ભાગ લઈ રહી છે, જેમને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ટીમ ત્રણ - ત્રણ મેચ રમશે, જેની ફાઈનલ ૧૬ ડિસેમ્બરે થશે.

૨૭ નવેમ્બરે થનારા આ ઉદ્દઘાટન સમારોહમાં શાહરૂખ અને એ. આર. રહેમાન પર્ફોર્મ કરશે. જેની ઓનલાઈન ટીકીટોનું વેચાણ આજથી શરૂ થશે. ૨૮ નવેમ્બરે ભારત પોતાની પહેલી મેચ સાઉથ આફ્રિકા સામે રમશે.

(3:08 pm IST)