Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

એટીપી ફાઇનલ્સમાં જોકોવિચ હાર્યો

જર્મનીના એલેકઝાન્ડર ઝવેરેવે સર્બિયાના નોવાક જોકોવિચને ૬-૪, ૬-૩થી હરાવીને પોતાનું પહેલુ એટીપી ફાઈનલ્સ ટાઈટલ જીત્યુ હતું. લંડનમાં રમાયેલી આ સ્પર્ધામાં જર્મનીના ૨૧ વર્ષના ખેલાડીએ સેમી ફાઈનલમાં છ વખત ચેમ્પિયન રહેલા રોજર ફેડરરને હરાવ્યો હતો. ત્યારબાદ પોતાનું જાયન્ટ કિલર અભિયાનને જાળવી રાખતા વિશ્વના નંબર વન ખેલાડી જોકોવિચને હરાવ્યો હતો. જોકોવિચે ઝવેરેવને રાઉન્ડ રોબીન મેચમાં ૬-૪, ૬-૧થી માત આપી હતી, પરંતુ ફાઈનલમાં તે પોતાનો લય નહોતો જાળવી શકયો.

(3:07 pm IST)