Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

ઉમેશ યાદવે રચ્યો ઇતિહાસ : 10 બોલમાં પાંચ જોરદાર છગ્ગા ફટકાર્યા : 310ની સ્ટ્રાઇકરેટ સાથે વિક્રમ સર્જ્યો

ઉમેશ યાદવ સૌથી વધુ સ્ટ્રાઇક રેટનો બેટ્સમેન બન્યો

મુંબઈ : રવિન્દ્ર જાડેજાની અડધી સદી ફટકાર્યા બાદ ઉમેશ ક્રીઝ પર આવ્યો હતો. તેણે મેદાન પર આવતાની સાથે જ પહેલા બે બોલમાં સતત બે સિક્સર ફટકારી હતી. ઉમેશ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ સ્ટ્રાઇક રેટનો બેટ્સમેન બન્યો, તેણે 10 બોલમાં 31 રન બનાવ્યા.

આ મેચમાં ઉમેશ યાદવે 310 ના સ્ટ્રાઇકરેટથી રન કર્યા છે, જે કોઈપણ ખેલાડી દ્વારા ઓછામાં ઓછાં દસ બોલનો સામનો કરવો પડે તે સર્વોચ્ચ સ્ટ્રાઇકરેટ છે. ઉમેશ યાદવ પહેલા કોઈ પણ ખેલાડી દસ બોલ રમ્યા બાદ આટલા રન બનાવી શક્યો નથી. ઉમેશ યાદવે જોર્ડન લિન્ડે સામે તમામ સિક્સર ફટકારી હતી અને આ રેકોર્ડને પોતાના નામે કર્યો હતો. 10 બોલમાં ધમાકેદાર 31 રન બનાવતા ઉમેશ યાદવે પાંચ જોરદાર છગ્ગા ફટકાર્યા હતા. અને તેમાંની તમામ છગ્ગા લિંડેના બોલ પર આવ્યા હતા. ત્યારે આ ઈનિંગમા તેમણે ફક્ત એકજ સિંગલ લીધો હતો. ઉમેશે લિંડેની આઠ અમે ડેન પીટની બે બોલનો સામનો કર્યો હતો. તેમાં પીટનાં બેલ પર 1 રન અને બાકીનાં 30 રન લિંડેના બોલ પર ફટકાર્યા હતા.

(10:23 pm IST)
  • છત્તીસગઢમાં બે લાખના ઈનામી સહીત 28 માઓવાદીઓને કર્યું આત્મસમર્પણ : દાંતીવાડા જિલ્લામાં ચાર ઈનામી માઓવાદીઓએ શરણાગતિ સ્વીકારી : રાયપુરથી 340 કી,મી, દૂર કટેકલ્યાણ વિસ્તારમાં સ્થાપિત ચિકપાલ પોલીસ કેમ્પમાં ઉચ્ચ પોલીસ ઓફિસરો અને સીઆરપીએફ અધિકારીઓ સમક્ષ હથિયાર હેઠા મુક્યા :આત્મસમર્પણ કરનારા માઓવાદીઓમાં પલટન નંબર 22 ના સદસ્ય મંગલુ મદકમી અને કટેકલ્યાણ સ્થાનિક સંગઠનના સદસ્ય બામણ કાવાસી છે જેના માથે બે લાખનું ઇનામ હતું : એક આતંકી અને એક મહિલા માઓવાદીએ પણ સરન્ડર કર્યું access_time 12:49 am IST

  • ગોવામાં માદક પ્રદાર્થ સાથે ત્રણ નાઈઝિરિયનની ધરપકડ : ઉતરી ગોવાના કલાંગુતેના જાણીતા દરિયા કિનારે ત્રણ નાઈઝિરિયન નાગરિકો ફર્નિનાન્ડ ઓકોનકોવો (ઉ,વ, 47 ) માઈકલ ઓકફો ( ઉ,વ, 38 ) અને ઓગેચુકવું પ્રિસિયસ અનુતનવાં ( ઉ,વ, 29 ) ને ગોવા પોલીસે પ્રતિબંધિત કોકીન રાખવા બદલ ધરપકડ કરી access_time 12:48 am IST

  • બ્રેક્ઝિટ મામલે આજ બ્રિટિશ સંસદમાં મતદાન : 1982 ની સાલ પછી પ્રથમવાર શનિવારે સંસદનું સત્ર : બ્રિટન યુરોપીય સંઘમાં રહેશે કે નહીં તેનો ફેંસલો access_time 8:22 pm IST