Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

દ‌ક્ષિણ આફ્રિકા સામેની મેચમાં વન-ડે શ્રેણીમાં રોહિત શર્માએ બેવડી સદી ફટકારી રેકોર્ડ તોડયો : બ્રેડમેનને પણ પાછળ ધકેલ્‍યો : બેવડી સદી કરનાર દુનિયાનો ૪થો બેટસમેન બનતા રોહિત શર્મા

રાંચી : ભારતના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા (Rohit Sharma) સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. દક્ષિણ આફ્રિકા (South Africa)ની વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે તેણે સદી પૂરી કરી હતી, જેને બીજા દિવસે તેણે બેવડી સદીમાં ફેરવી દીધી. આ પહેલા ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માના સૌથી વધુ સ્કોર 177 રન હતો. ટેસ્ટ ક્રિકેટમાં ઓપનર તરીકે પહેલી સીરીઝ રમી રહેલા રોહિતે પહેલી ટેસ્ટ મેચની બંને ઇનિંગમાં સદી ફટકારી હતી. દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ પહેલી ટેસ્ટની પહેલી ઇનિંગમાં તેણે 176 રન કર્યા હતા, પરંતુ તે સમયે તે બેવડી સદી ચૂકી ગયો હતો. બીજી ઇનિંગમાં તેણે 127 રન કર્યા હતા. જોકે, રોહિત શર્માને પોતાની બીજી સદી પૂરી કરવા માટે 40 મિનિટની રાહ જોવી પડી. જ્યારે તે 199 રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે જ લંચ બ્રેક પડ્યો, ત્યારબાદ લંચ બ્રેકથી પરત આવ્યા બાદ પહેલી ઓવરમાં રોહિતે ડીપ મિડ વિકેટની ઉપરથી બાઉન્ડ્રીની પાર પહોંચાડીને પોતાની પહેલી બેવડી સદી પૂરી કરી.

રોહિત શર્મા વનડે અને ટેસ્ટમાં બેવડી સદી કરનારો દુનિયાનો ચોથો બેટ્સમેન બની ગયો છે. આ પહેલા સચિન તેંડુલકર, વીરેન્દ્ર સહેવાગ અને ક્રિસ ગેલ આવું કરી ચૂક્યા છે.

રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સિક્સરની સાથે બેવડી સદી પૂરી કરનારો પહેલો ભારતીય બેટ્સમેન બની ગયો છે.

એ પણ ઘણું રસપ્રદ છે કે રોહિતે આ મેચમાં પોતાની સદી અને બેવડી સદી સિક્સર મારીને પૂરી કરી.

દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધની આ સીરીઝમાં રોહિત શર્માએ 500થી વધુ રન કર્યા છે. 14 વર્ષ બાદ કોઈ ભારતીય ઓપનર એક સીરીઝમાં આ આંકડા સુધી પહોંચ્યો છે. રોહિત આવું કરનારો પાંચમો ભારતીય ઓપનર બની ગયો છે. અંતિમ વાર આવો કમાલ વીરેન્દ્ર સહેવાગ (Virender Sehwag) કર્યો હતો. 2005માં પાકિસ્તાનની વિરુદ્ધ સીરીઝમાં સહેવાગે 500થી વધુ રન કર્યા હતા. વિનોદ માંકડ, બુધિ કુંદન અને સુનીલ ગાવસ્કર પણ આવી કરી ચૂક્યા છે. ગાવસ્કરે પાંચ વાર આવો કમાલ કર્યો છે.

રોહિત શર્મા દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ બે વાર 150થી વધુ રનની ઇનિંગ રમનારો પહેલો ભારતીય ઓપનર પણ બની ગયો છે. બીજી તરફ, ઓવરઑલ આઠમો ખેલાડી બની ગયો. બીજી તરફ ઓવરઓલ આઠમો ખેલાડી બની ગયો. માઇકલ ક્લાર્ક બાદ આવું કરનારો તે દુનિયાનો પહેલા ખેલાડી છે. ક્લાર્કે 2012-13માં આવું કર્યુ હતું.

રોહિત શર્મા અને અજિંક્ય રહાણે (Ajinka Rahane)ની આ ઇનિંગમાં 267 રનની પાર્ટનરશીપ થઈ, જે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ મેચમાં ભારતની ત્રીજી સર્વશ્રેષ્ઠ પાર્ટશરશીપ છે. મયંક અગ્રવાલ અને રોહિત શર્માની વચ્ચે પહેલી ટેસ્ટ મેચમાં 317 રનની પાર્ટનરશીપ સર્વશ્રેષ્ઠ છે. ત્યારબાદ 2008માં રાહુલ દ્રવિડ અને વીરેન્દ્ર સહેવાગની વચ્ચે 268 રનની પાર્ટનરશીપ છે.

(4:44 pm IST)
  • DHFLના ૧૪ સ્થળે EDના દરોડાઃ ઇકબાલ મિર્ચી મળ્યે સંબંધોની શંકા : નવી દિલ્હી : ઇડીએ અંધારી આલમના ડોન દાઉદની નજીકના ઇકબાલ મિર્ચી સાથે જોડાયેલા મની લોન્ડ્રીંગ મામલામાં ડીએચએફએલ અને અન્ય કંપનીઓના ૧ ડઝન સ્થળોએ દરોડા પડયા છે access_time 4:05 pm IST

  • કોંગી કોર્પોરેટરનાં પરિવારમાં ડેન્ગ્યુ પ્રસર્યોઃ વિજય વાંકનો તંત્ર સામે આક્રોશ : રાજકોટઃ શહેરમાં ડેન્ગ્યુનો રોગચાળો ઓછો હોવાનું તંત્ર વાહકો જણાવી રહ્યા છે ત્યારે કોંગી કોર્પોરેટરોએ આ બાબતે આક્રોશ સાથે જણાવ્યુ હતુ કે, ખુદ તેમના પરિવારમાં તેમના માતૃશ્રી અને ત્યારબાદ તેમના પત્નિને ડેન્ગ્યુની સારવાર લેવી પડી છે ત્યારે શહેરમાં ડેન્ગ્યુનાં રોગચાળાને નકારી શકાય નહી. access_time 4:05 pm IST

  • લંડનમાં વસતા પાકિસ્તાની નાગરિકો દિવાળીના દિવસે પણ સખણાં નહીં રહે : 370 મી કલમ મામલે ભારતીય દૂતાવાસ સામે મોરચો લઇ જવાની તૈયારી : મેયર સાદીકખાનને ઘટતું કરવા ભારતીય મૂળના નાગરિકોની વિનંતી : ભારતના સ્વાતંત્ર્ય દિવસે પણ દૂતાવાસ સામે હંગામો મચાવ્યો હતો access_time 8:31 pm IST