Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

અમદાવાદના ટ્રાન્સ સ્ટેડિયામાં રમાયેલી પ્રો કબડ્ડી લિગ સિઝન સાતની ફાયનલમાં બંગાળ વોરિયર્સ દબંગ દિલ્હી કે.સીને 39-34થી હરાવીને ચેમ્પિયન બની

અમદાવાદઃ નવીન કુમાર અને અનિલ કુમારની શાનદાર રમતની મદદથી અમદાવાદના ટ્રાન્સ સ્ટેડિયામાં રમાયેલી પ્રો કબડ્ડી લિગની સાતમી સિઝનની ફાયનલમાં બંગાળ વોરિયર્સ દબંગ દિલ્હી કે.સીને 39-34થી હરાવીને ચેમ્પિયન બની હતી. પ્રેક્ષકથી ખીચોખીચ સ્ટેડિયમમાં યજમાન ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસની ગેરહાજરી છતાં મેચ અત્યંત રોમાંચક બની હતી અને પ્રેક્ષકોએ તેને ભરપૂર માણી હતી. નવીન કુમારે 24 રેઈડમાં 18 અને અનિલ કુમારે પાંચ ટેકલમાં બે પોઈન્ટ મેળવ્યા હતા.

આજે દબંગ દિલ્હીએ ટોસ જીતીને કોર્ટની પસંદગી કરી હતી. જેમાં દિલ્હીએ સારી શરૂઆત કરતા પ્રથમ ચાર મિનિટમાં છ પોઈન્ટ મેળવ્યા હતા, જેની સામે બંગાળ વોરિયર્સે 5મી મિનિટે તેનું ખાતું ખોલાવી હતું. ત્યાર પછી બન્ને ટીમો વચ્ચે જોરદાર રસાકસી રહી હતી અને હાફ ટાઈમે સ્કોર 17-17 રહ્યો હતો. આ દરમિયા બંગાળના રવીન્દ્ર કુમાવતે તેના 50 પોઈન્ટ પૂરા કર્યા હતા, જ્યારે  જ્યારે દિલ્હીના મેરાજ શીયેખે તેના કુલ 350 પોઈન્ટ પૂરા કરવાની સિધ્ધિ હાંસલ કરી હતી.

બીજા હાફમાં બંગાળની ટીમે જોરદાર રમત બતાવવા સાથે દિલ્હીની ટીમ પર સરસાઈ મેળવી લીધી હતી. દિલ્હીના ખેલાડીઓ વળતી લડત માટે ઝઝૂમતા રહ્યા હતા. દરમિયાન દિલ્હીના નવીન કુમારને જ્યારે બંગાળના રિન્કુ નારવાલને ગ્રીન કાર્ડ અપાવ્યું હતું. બંગાળના બલદેવસિંહને રમતની ત્રણ મિનિટ બાકી હતી ત્યારે ગ્રીન કાર્ડ મળ્યું હતું. આ દરમિયાન દિલ્હીના નવીન કુમારે આ સિઝનમાં કુલ 300 પોઈન્ટ પાર કરવાની સિધ્ધિ મેળવી હતી.

(1:32 pm IST)