Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

સરફરાઝને હવે પાક. ટીમમાં જગ્‍યા નહીં મળે : અખ્‍તર

મુંબઇ : પૂર્વ તેજ બોલર શોએબ અખ્તરનું માનવું છે કે કેપ્ટન પદેથી હટાવ્યા બાદ હવે પાકિસ્તાનની ટીમે સરફરાજ અહમદને જગ્યા મળશે નહીં. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે શુક્રવારની ઘોષણા કરી હતી કે સરફરાજ ટેસ્ટ અને ટી-20માં પાકિસ્તાનની કેપ્ટનશિપ નહીં કરે.

અખ્તરે કહ્યું કે મને ખબર હતી કે સરફરાજની સાથે આવું થશે. જેના માટે માત્ર તે ગુનેગાર છે. હું તેને બે વર્ષથી કહી રહ્યો હતો કે પોતાના પ્રદર્શનમાં સુધારો કરે. કેપ્ટન પદેથી હટાવવા સિવાય સરફરાજને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ ટી-20 અને બે ટેસ્ટ મેચ રમશે.

અખ્તરે તેની યુ-ટ્યૂબ ચેનલ પર કહ્યું આ સ્થિતિ તેમની ભૂલના કારણે થઇ છે. જેમા કોઇ અન્યને ગુનેગાર ન ગણાય. હું તમને એવું પણ કહેવા માંગીશ કે પસંદકર્તા હવે તેમને ટીમમાં પણ નહીં રાખે અને તેની ગેરંટી હું આપુ છું. તે સરફરાજને ટીમમાં તક નહીં આપે.

અખ્તરે કહ્યું કે સરફરાજની કેપ્ટનશિપમાં ક્યારેય આત્મવિશ્વાસ જોવા મળ્યો નથી. ગત બે વર્ષથી અમે તેમની સકારાત્મક માનસિકતા અને આક્રમક બેટ્સમેનને શોધી રહ્યા છીએ. તે મિકી આર્થરના પ્રભાવથી બહાર નીકળી શક્યા નહીં અને કોઇ પણ નિર્ણય લેવામાં અસમર્થ હતા. તે પસંદ કરવામાં પણ અસમર્થ રહ્યા હતા. મને લાગે છે કે તે એક એવા કેપ્ટન હતા જેમા આત્મવિશ્વાસની ઉણપ હતી. અનુભવી અઝહર અલીને ટેસ્ટ તથા બાબર આઝમને આગામી વર્ષે થનારી ટી-20 વિશ્વ કપ સુધી સૌથી સંક્ષિપ્ત ફોરમેટની ટીમની કમાન સોંપવામાં આવી છે.

(1:32 pm IST)