Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને બીજી ટેસ્ટ આપી માત

નવી દિલ્હી: બેટ્સમેનો બાદ બોલરોના દમદાર પ્રદર્શનની મદદથી પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે ૩૭૩ રને કારમો પરાજય આપી બે ટેસ્ટ મેચની સિરીઝ -૦થી જીતી લીધી હતી. પાકિસ્તાનની રનની દૃષ્ટિએ સૌથી મોટી જીત છે. પહેલાં પાકિસ્તાને ચાર વર્ષ અગાઉ મેદાન પર ઓસ્ટ્રેલિયાને ૩૫૬ રને પરાજય આપ્યો હતો જે તેની સૌથી મોટી જીત હતી. સિરીઝની પ્રથમ મેચ ડ્રો રહી હતી. તે પછી બીજ મેચમાં પાકિસ્તાને પ્રથમ ઇનિંગમાં ૫૭ રનમાં પાંચ વિકેટ ગુમાવ્યા બાદ વાપસી કરતાં ફખર ઝમાં અને સરફરાઝના ૯૪-૯૪ રનની મદદથી ૨૮૨ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ મોહંમદ અબ્બાસની ઘાતક બોલિંગ સામે ટકી શકી નહોતી અને પ્રથમ ઇનિંગમાં ૧૪૫ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાનને પ્રથમ દાવના આધારે ૧૩૭ રનની સરસાઈ મળી હતી. બીજા દાવમાં પાકિસ્તાને બાબર આઝમના ૯૯ રન, સરફરાઝના ૮૧ રન, અઝહરઅલીના ૬૪ અને ફખર ઝમાંના ૬૬ રનની મદદથી નવ વિકેટે ૪૦૦ રને દાવ ડિક્લેર કરી ઓસ્ટ્રેલિયાને જીત માટે ૫૩૮ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જંગી ટાર્ગેટ સામે ઓસ્ટ્રેલિયાની ટીમે અબ્બાસ સામે ફરી એક વખત ઘૂંટણ ટેકવી દેતાં બીજી ઇનિંગમાં ૧૬૪ રનમાં નવ વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર ઉસ્માન ખ્વાજા ઘૂંટણની ઈજાને કારણે મેદાન પર આવી શકે તેમ નહોવાથી પાકિસ્તાને મેચ જીતી લીધી હતી. બંને ઇનિંગમાં પાંચ-પાંચ વિકેટ ઝડપનાર અબ્બાસને મેન ઓફ મેચ જાહેર કરાયો હતો. તેણે પ્રથમ ટેસ્ટમાં પણ ચાર વિકેટ ઝડપી હતી જેને કારણે કુલ ૧૪ વિકેટ ઝડપતાં મેન ઓફ સિરીઝ પણ બન્યો હતો.ઓસ્ટ્રેલિયાએ ચોથા દિવસે એક વિકેટે ૪૭ રનથી આગળ બેટિંગ શરૂ કરી હતી પરંતુ પ્રથમ સેશનમાં ઓસ્ટ્રેલિયાએ ૧૫૫ રનના સ્કોરે સાત વિકેટ ગુમાવી દીધી હતી. લંચ વધુ નવ રન ઉમેરાયા ત્યારે બાકીની બે વિકેટ આઉટ થતાં ૧૬૪ રને નવ વિકેટ આઉટ થઈ ગઈ હતી. ઉસ્માન ખ્વાજા બેટિંગમાં આવતાં પાકિસ્તાને મેચ જીતી લીધી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રથમ ટેસ્ટમાં પણ પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને જીત માટે ૪૬૭ રનનો જંગી લક્ષ્યાંક આપ્યો હતો પરંતુ ઉસ્માન ખ્વાજાના ૧૪૧ રનની મેરેથોન ઇનિંગથી તે ટેસ્ટ ડ્રો કરવામાં ઓસ્ટ્રેલિયાને સફળતા મળી હતી પરંતુ મેચમાં ખ્વાજા બીજી ઇનિંગમાં બેટિંગમાં ઊતરતાં ઓસ્ટ્રેલિયાને મોટું નુકસાન થયું હતું.

(4:25 pm IST)