Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

ડબ્લ્યૂટીએ ફાઇનલ્સનો કાલથી પ્રારંભ

નવી દિલ્હી: ટોચની આઠ ખેલાડીઓ વચ્ચે રમાનાર ડબ્લ્યૂટીએ ફાઇનલ્સનો રવિવારથી પ્રારંભ થઈ રહ્યો છે જે માટે શુક્રવારે ડ્રો યોજાયા હતા. આઠ ખેલાડીઓને બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે જેમાં રેડ ગ્રૂપમાં કાર્બેર, નાઓમી ઓસાકા, સ્લોએન સ્ટીફન્સ અને કિકી બર્ટેન્સ સામેલ છે. વ્હાઇટ ગ્રૂપમાં પેટ્રા ક્વિટોવા, કેરોલિના પ્લિસકોવા, કેરોલિન વોઝનિયાકી અને એલિના સ્વિતોલિના સામેલ છે. રોબિન રાઉન્ડ મુજબ યોજાનાર ટૂર્નામેન્ટમાં ગ્રૂપમાં સામેલ ખેલાડીઓ સામે રમશે અને ટોચના બે સ્થાને રહેનાર ખેલાડી સેમિફાઇનલમાં પ્રવેશ મેળવશે. વ્હાઇટ ગ્રૂપમાં ટોચનાં બે સ્થાન માટે ભારે સંઘર્ષ જોવા મળી શકે છે.ટૂર્નામેન્ટની પ્રથમ મેચ વ્હાઇટ ગ્રૂપમાં પેટ્રા ક્વિટોવા અને એલિના સ્વિતોલિના વચ્ચે રમાશે. બીજી મેચ ગ્રૂપમાં સામેલ કેરોલિન વોઝનિયાકી અને કેરોલિના પ્લિસકોવા વચ્ચે યોજાશે. ટૂર્નામેન્ટમાં નંબર વન ખેલાડી સિમોના હાલેપ પીઠના દુઃખાવાને કારણે ખસી ગઈ છે જેને કારણે નવમી ક્રમાંકિત નેધલેન્ડ્સની કિકી બર્ટેન્સને સ્થાન મળ્યું છે. ગત વર્ષે વોઝનિયાકી ચેમ્પિયન બની હતી અને તેની નજર ટાઇટલને જાળવી રાખવા પર રહેશે.રેડ ગ્રૂપ એન્જેલિક કાર્બેર, નાઓમી ઓસાકા, સ્લોએન સ્ટીફન્સ અને કિકી બર્ટેન્સ. વ્હાઇટ ગ્રૂપ પેટ્રા ક્વિટોવા, પ્લિસકોવા, વોઝનિયાકી,એલિના સ્વિતોલિના

(4:48 pm IST)