Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

રાહુલ દ્રવિડ પહોંચ્યો ભારતીય ટીમના પ્રેક્ટિસ સેશનમાં:કોહલી અને શાસ્ત્રી સાથે કરી મુલાકાત

દ્રવિડ અને શાસ્ત્રીના ફોટોને બીસીસીઆઈએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી શેર કર્યો

મુંબઈ : ભારતીય ટીમનો પૂર્વ સુકાની અને દિગ્ગજ ખેલાડી રાહુલ દ્રવિડ બેંગ્લુરુમાં ટીમ ઇન્ડિયાના પ્રેક્ટિસ સેશનમાં પહોંચ્યો હતો. આ દરમિયાન દ્રવિડે કપ્તાન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીની મુલાકાત કરી હતી. ભારતીય ટીમ અહિયાં એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રવિવારે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રીજી ટી- 20 રમશે.

   ભારતે મોહાલી ખાતેની બીજી ટી- 20 જીતીને સીરિઝમાં 1-0 ની લીડ મેળવી હતી. ધર્મશાલા ખાતેની પ્રથમ ટી- 20 વરસાદના લીધે રદ થઇ હતી. દ્રવિડ બેંગ્લુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીનો પ્રમુખ છે. દ્રવિડ અને શાસ્ત્રીના ફોટોને બીસીસીઆઈએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી શેર કર્યો હતો. તેમણે લખ્યું હતું કે , જ્યારે ભારતીય ક્રિકેટના બે મહાન ક્રિકેટર્સ મળ્યા.

દ્રવિડ નેશનલ ક્રિકેટ એકેડમીનો પ્રમુખ બન્યા પહેલા ઇન્ડિયા-A અને અંડર- 19 ટીમનો કોચ હતો. તેને જુલાઈમાં નેશનલ ક્રિકેટ એકેડમીનો પ્રમુખ બનાવવામાં આવ્યો હતો. દ્રવિડના માર્ગદર્શન હેઠળ શ્રેયસ ઐયર , મનીષ પાંડે , કૃણાલ પંડ્યા , ઋષભ પંત , નવદીપ સૈની અને દિપક ચહરે ટીમ ઇન્ડિયામાં પોતાની જગ્યા બનાવી છે. દિપકે મોહાલી ખાતેની બીજી ટી- 20 માં સારો દેખાવ કરતા 2 વિકેટ ઝડપી હતી.

(10:12 pm IST)