Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

કોહલીની બેટીંગના વખાણ કર્યા આફ્રિદીએ

શું વાત છે, આફ્રિદીએ ભારતીય કેપ્ટનના વખાણ કર્યા

નવી દિલ્હી : સાઉથ આફ્રિકા સામેની ટી-૨૦માં વિરાટ કોહલીની બેટીંગના ઘણા વખાણ કર્યા છે. બીજા મેચમાં કોહલીએ ૭૨ રન નોટઆઉટ રહીને ઈન્ડિયાને જીત અપાવી હતી. આ મેચમાં કોહલીએ ચાર બાઉન્ડરી અને ત્રણ સિકસર મારી હતી. આ વિશે ભૂતપૂર્વ પાકિસ્તાની ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ ટ્વીટ કર્યુ હતું. વિરાટ કોહલી, તુ ખરેખર અદ્દભૂત પ્લેયર છે. તને હંમેશા સફળતા મળતી રહે. દુનિયાભરના ક્રિકેટ ફેન્સને તું મનોરંજન પૂરૂ પાડતો રહે.

(1:11 pm IST)