Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

ચાઈના ઓપનમાં મોટો અપસેટ : પ્રિ ક્વાર્ટર ફાઈનલમાં પી.વી.સિંધુની અચકાજનક હાર

થાઈલેન્ડની પોનપાવી ચોચુવાંગ સામે ૧૨-૨૧, ૨૧-૧૩, ૨૧-૧૯થી પરાજય

ભારતની સૌપ્રથમ વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયન પી. વી. સિંધુને ચાઈના ઓપનની પ્રિ ક્વાર્ટર ફાઈનલમાં આંચકાજનક હારનો સામનો કરવો પડયો હતો. થાઈલેન્ડની પોનપાવી ચોચુવાંગે સિંધુ સામે કારકિર્દીની ચોથી મેચમાં પહેલી જીત હાંસલ કરી હતી. સિંધુને ૧૨-૨૧, ૨૧-૧૩, ૨૧-૧૯થી આંચકાજનક હારનો સામનો કરવો પડયો હતો.

સિંધુએ ૫૮ મિનિટ સુધી સંઘર્ષ કર્યો હતો. જોકે તે જીતી શકી નહતી. આ સાથે ચાઈના ઓપન સુપર સિરિઝની વિમેન્સ સિંગલ્સ કેટેગરીમાં ભારતના પડકારનો અંત આવી ગયો હતો. અગાઉ ભારતની સાયના નેહવાલ તેની પહેલી જ મેચમા હારીને બહાર ફેંકાઈ હતી.

ભારતના ડબલ્સ સ્પેશિયાલીસ્ટ સાત્વિકસાઈરાજ રાન્કિ રેડ્ડી માટે પણ આજનો દિવસ નિરાશાજનક રહ્યો હતો. સાત્વિક અને ચિરાગ શેટ્ટીની મેન્સ ડબલ્સની જોડીને બીજા રાઉન્ડમાં જાપાનના તાકેશી કામુરા અને કેઈગો સોનોદા સામે ૧૯-૨૧, ૮-૨૧થી પરાજીત થઈ હતી.

મિક્સ ડબલ્સમાં ભારતના સાત્વિકસાઈરાજ અને અશ્વિની પોનપ્પાની જોડીને જાપાનના યુકી કાનેકો અને મિસાકી માત્સુટોમોની જોડી સામે ૧૧-૨૧, ૨૧-૧૬, ૧૨-૨૧થી પરાજયનો સામનો કરવો પડયો હતો.

(12:02 pm IST)