Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

સુધીર અને બશીર ચાચા પોતપોતાની ટીમનો ઉત્સાહ વધારવા યૂએઈ પહોંચ્યાં: રોકાય એક હોટેલમાં

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી ક્રિકેટ મેચ હંમેશા હાઈવોલ્ટેજ રહેતી હોય છે. મેચ શરૂ થતાની સાથે મેદાન અને મેદાનની બહાર પણ બંને ટીમના ચહકોના શ્વાસ રીતસરના થંભી જતાં હોય છે. ક્યારેક તો બંને ટીમના ચાહકો સામસામે પણ આવી જતાં હોય. ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચનું કેટલું મહત્વ કેટલું છે તે તેના પરથી સમજાય કે બંને દેશોની સરકારો પણ મામલે દખલ અંદાજી કરતી હોય છે. બધા વચ્ચે એક મુકામ એવું પણ છે જ્યાં બંને દેશો વચ્ચે અનેરો પ્રેમ પણ છે. ભારતીય ક્રિકેટ ચાહક અને સચિન તેંડુલકરની દિવાનગી માટે જાણીતો સુધીર અને પાકિસ્તાન ક્રિકેટ ટીમના સદાબહાર ચાહક બશીર ચાચા ઉર્ફે શિકાગો ચાચા વચ્ચે ગાઢ મિત્રતા છે. સુધીર અને બશીર ચાચા પોતપોતાની ટીમનો ઉત્સાહ વધારવા યૂએઈ પહોંચ્યાં છે. બંને એક હોટલમાં રોકાયા છે. પરંતુ કહાની અત્યંત રસસ્પદ છે. વાત એમ છે કે મેચ પહેલા યૂએઈ પહોંચી ગયેલા બશીર ચાચાએ પોતાના મિત્ર અને ભારતીય ટીમના સમર્થન સુધીરને ના જોતા તેને ફોન કર્યો. સુધીરે સરહદ પારના પોતાના મિત્રને કહ્યું કે, તે આર્થિક સંકડામણમાંથી પસાર થઈ રહ્યો છે, માટે તે એશિયા કપમાં યૂએઈ નહીં આવી શકે.

(4:45 pm IST)
  • ગૃહનું સત્ર પૂર્ણ થતા જ ખેડૂતોને સરકાર પાસે રાહતની આશા સરકાર ટેકાના ભાવની ખરીદી કે ખેડૂતોના દેવા મુદ્દે જાહેરાત કરે તેના પર નજર access_time 3:19 pm IST

  • સુરત:પાટીદાર સમાજના દિગ્ગજ ધીરુભાઈ ગજેરાનું કોંગ્રેસમાંથી રાજીનામુ:કોંગ્રેસ મોવડી મંડળથી નારાજ ગજેરાએ રાજીનામુન આપ્યું :હાલ ધીરુભાઈ ગજેરા કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ : ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે ધીરુભાઈ ગજેરા :કોંગ્રેસમાંથી વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડ્યા હતાં access_time 9:53 pm IST

  • નવસારી પંથકમાં ભાજપમાં કડાકો : ૧૫ ભાજપી સભ્યોએ રાજીનામા ફગાવ્યા : વિજલપુર પાલિકામાં નારાજ ભાજપ સભ્યોનો મામલો : અસંતુષ્ટ ૧૫ ભાજપ સભ્યોએ પક્ષમાંથી રાજીનામુ આપ્યુઃ ૧૩ સભ્યોએ જિલ્લા કલેકટરને કરી અવિશ્વાસની દરખાસ્ત : દરખાસ્તને લઈને સભ્યોને અપાઈ હતી કારણદર્શક નોટીસ : નારાજગી બાદ રાજીનામા આપ્યા access_time 3:54 pm IST