Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

વિજય હઝારે ટ્રોફીમાં સૌરાષ્ટ્રનો વિજય

નવી દિલ્હી: ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટની પ્રીમિયર વન ડે ટુર્નામેન્ટ - વિજય હઝારે ટ્રોફીમાં ગત વર્ષના ફાઈનલીસ્ટ સૌરાષ્ટ્રે વિજયી શુભારંભ કરતાં ઉત્તરપ્રદેશને 25 રનથી પરાજય આપ્યો હતો. સૌરાષ્ટ્રના 9 વિકેટે 303ની સામે ઉત્તરપ્રદેશ 49.1 ઓવરમાં 278 રનમાં ખખડ્યું હતુ. જ્યારે કૃણાલ પંડ્યાની 85 રનની લડાયક ઈનિંગ મુંબઈ સામેની મેચમાં બરોડાને જીતાડી શકી નહતી. બરોડાના 238 સામે મુંબઈએ 41.3 ઓવરમાં એક વિકેટે 239 રન કરીને મેચ જીતી લીધી હતી. ચેન્નાઈમાં ભારે વરસાદને કારણે ગુજરાત અને આસામ વચ્ચેની મેચ એક પણ બોલની રમત વિના પડતી મૂકવામાં આવી હતી.

(4:42 pm IST)
  • રાજકોટ સિવિલ હોસ્પિટલના ૧૪૬ ડોકટરોની અચાનક બદલી થતાં ભારે કચવાટ : ભયાનક રોગચાળો મોઢું ફાડીને ઉભો છે ત્યારે ફેંકાફેંકી થતા ભારે ઉહાપોહ access_time 1:37 pm IST

  • નવસારી પંથકમાં ભાજપમાં કડાકો : ૧૫ ભાજપી સભ્યોએ રાજીનામા ફગાવ્યા : વિજલપુર પાલિકામાં નારાજ ભાજપ સભ્યોનો મામલો : અસંતુષ્ટ ૧૫ ભાજપ સભ્યોએ પક્ષમાંથી રાજીનામુ આપ્યુઃ ૧૩ સભ્યોએ જિલ્લા કલેકટરને કરી અવિશ્વાસની દરખાસ્ત : દરખાસ્તને લઈને સભ્યોને અપાઈ હતી કારણદર્શક નોટીસ : નારાજગી બાદ રાજીનામા આપ્યા access_time 3:54 pm IST

  • ગૃહનું સત્ર પૂર્ણ થતા જ ખેડૂતોને સરકાર પાસે રાહતની આશા સરકાર ટેકાના ભાવની ખરીદી કે ખેડૂતોના દેવા મુદ્દે જાહેરાત કરે તેના પર નજર access_time 3:19 pm IST