Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

સ્ટોકસ અને હેલ્સ વિરૂદ્ધ મારપીટને મામલે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ કરશે કાર્યવાહી

ગયા વર્ષે બ્રિસ્ટલ નાઇટ કલબની બહાર મારપીટમાં સામેલ હોવાના પ્રકરણમાં ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ ઇગ્લેન્ડના ક્રિકેટર બેન સ્ટોકસ અને એલેકસ હેલ્મને રમતની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા બદલ આરોપી ગણ્યા છે. ગયા મહિને ટ્રાયલ કોર્ટે આ બન્ને ખેલાડીઓને નિર્દોષ છોડી મૂકયા બાદ આ ઘટનાની આંતરિક તપાસ કરવા માટે ઇગ્લેન્ડ બોર્ડ એક સ્વતંત્ર ક્રિકટ ડિસિપ્લિન કમિશનની રચના કરી હતી. ઇંગ્લેન્ડ બોર્ડના નિર્દેશ પ્રમાણે એવી કોઈ ભૂલ ન કરવી જોઈએ જે ક્રિકેટ માટે નુકસાનકારક હેય અથવા જેનાથી ક્રિકેટ બોર્ડ, ક્રિકેટની રમત, કોઈ ક્રિકટર અથવા ક્રિકેટની કોઈ પણ સંસ્થાની બદનામી થાય. કમિશન આ કેસની કડક તપાસ કરીને લંડનમાં ૫ અને ૭ ડિસેમ્બરે સુનાવણી કરશે.

(3:09 pm IST)