Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

એશિયન ગેમ્સ :ભારતનો સૌથી મોટો વિજય :પુરુષ હોકી ટીમે ઇન્ડોનેશિયાને 17-0થી હરાવ્યું

 

જકાર્તાઃ વર્તમાન વિજેતા ભારતની પુરુષ હોકી ટીમે 18મા એશિયન રમતોત્સવમાં જોરદાર શરૂઆત કરતાં યજમાન ઈન્ડોનેશિયાને 17-0થી હરાવ્યું હતું. એશિયન રમતોત્સવમાં ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો વિજય છે. અગાઉ ભારતીય હોકી ટીમ એશિયન ગેમ્સમાં વિરોધી ટીમોને ત્રણ વખત 12-0થી હરાવી ચૂકી છે

  ગ્રૂપ-એની મેચમાં ભારતે પ્રથમ ક્વાર્ટરમાં 5-0ની લીડ મેળવી લીધી હતી મેચનો પહેલો ગોલ પ્રથમ મિનિટમાં થયો હતો. રૂપિંદર પાલ સિંહે પેનલ્ટી સ્ટ્રોકથી ભારતનું ખાતું ખોલ્યું હતું. ત્યાર બાદ ભારતે બીજી (રૂપિંદર), 7મી (દિલપ્રીત સિંહ), 10મી (આકાશદીપ સિંહ) અને 13મી (સિમરનજીત સિંહ) મિનિટમાં ગોલ કર્યા હતા

બીજા ક્વાર્ટરમાં પણ ભારતે પ્રથમ ક્વાર્ટર જેવી સફળતા મેળવી હતી. ક્વાર્ટરમાં તેણે ચાર ગોલ ઠોકી દીધા હતા. ભારત માટે મેચનો છઠ્ઠો ગોલ એસ.વી. સુનીલે 25મી અને સાતમો ગોલ વિવેક પ્રસાદે 26મી મિનિટમાં કર્યો હતો. 8મો ગોલ 28મી અને 9મો ગોલ 29મી મિનિટમાં દિલપ્રીત સિંહે કર્યો હતો

(11:34 pm IST)
  • હાર્દિકે પંડ્યાએ ટિકકાકારોની બોલતી કરી બંધ :પાંચ વિકેટ ખેડવીને ઇંગ્લેન્ડને 161 રનમાં સમેટ્યું :ટીમ ઇન્ડિયાને આપવી 168 રનની સરસાઈ ::ઇશાંત શર્મા અને બુમરાહે પણ 2-2 વિકેટ ઝડપી access_time 10:57 pm IST

  • મહારાષ્ટ્રમાં સામાજિક કાર્યકર નરેન્દ્ર દાભોલકર હત્યા કેસ મામલે એટીએસ દ્વારા શિવસેનાના પૂર્વ કોર્પોરેટર શ્રીકાંત પન્ગારકરની ધરપકડ : એટીએસ શ્રીકાંતની ધરપકડ બાદ તેને લઈને કોર્ટ પહોંચી : કોર્ટે શ્રીકાંતને 28 ઓગસ્ટ સુધી કસ્ટડીમાં મોકલી આપ્યો છે. access_time 12:51 am IST

  • લાલજી પટેલની સજા ઉપર હાઈકોર્ટ દ્વારા સ્ટે : વીસનગરમાં કોર્પોરેટરના ઘરે થયેલ તોડફોડ પ્રકરણમાં લાલજી પટેલની સજા ઉપર હાઈકોર્ટે સ્ટે આપી દેતા લાલજી પટેલને હવે જેલમાં નહી જવુ પડે access_time 4:45 pm IST