Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

એશિયન ગેમ્સમાં સ્વિમિંગ સ્પર્ધામાં ચીન અને જાપાનનો દબદબો

નવી દિલ્હી:એશિયન ગેમ્સની સ્વિમિંગની ઈવેન્ટમાં ચીન અને જાપાને પોતાનો દબદબો જાળવી રાખતો પ્રારંભ કર્યો હતો. પ્રથમ દિવસ દાવ પર લાગેલા સાતમાંથી ચાર ગોલ્ડ મેડલ ચીને જીતી લીધા હતા. જ્યારે ત્રણ ગોલ્ડ મેડલ જાપાનને મળ્યા હતાચીનના આંતરરાષ્ટ્રીય સુપરસ્ટાર સ્વિમર સુન યાંગે ૨૦૦ મીટર ફ્રિસ્ટાઈલમાં મિનિટ અને ૪૫.૪૩ સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે જાપાનના કાસ્તુહિરો માત્સુમોટો (:૪૬.૫૦)ને સિલ્વર અને ચીનના જી ક્ષિન્જીઈ (:૪૬.૫૦)ને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. પુરુષોની ૧૦૦ મીટર બૅકસ્ટ્રોક ઈવેન્ટમાં ચીનની ક્ષુ જીએયુએ ૫૨.૩૪ના નવા ગેમ્સ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જાપાનની રીયોસુકે ઈરીઈ (૫૨.૫૩) બીજા અને સાઉથ કોરિયાની લી જુ હો (૫૪.૫૨) ત્રીજા સ્થાને રહી હતી. જાપાનના ડાઈયા સેટો મિનિટ અને ૫૪.૫૩ સેકન્ડના સમય સાથે ૨૦૦ મીટર બટરફ્લાય ઈવેન્ટમાં જાપાનને ગોલ્ડ અપાવ્યો હતો.

 

ઈવેન્ટમાં જાપાનનો નાઓ હોરોમુરા (:૫૫.૫૮) બીજા અને ચીનનો લી ઝુહોઓ (:૫૫.૭૬) ત્રીજા ક્રમે રહ્યા હતા. મહિલાઓની ,૫૦૦ મીટરની ફ્રિસ્ટાઈલ ઈવેન્ટમાં ચીનની વાંગ જીએન્જીહે ૧૫ મિનિટ અને ૫૩.૬૮ સેકન્ડના સમય સાથે ગોલ્ડ અને તેના દેશની લી બીંગ્જીઈ તેના કરતાં .૧૨ સેકન્ડ પાછળ રહીને સિલ્વર મેળવી શકી હતી. ૨૦૦ મીટર બેકસ્ટ્રોકમાં ચીનની લીઉ યાક્ષીને બે મિનિટ અને .૬૫ સેકન્ડ સાથે ગોલ્ડ મેળવ્યો હતો. જ્યારે ૧૦૦ મીટર બ્રેસ્ટસ્ટ્રોકમાં સાટોમી સુઝુકીએ એક મિનિટ અને .૪૦ સેકન્ડના નવા ગેમ્સ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતોજાપાને મહિલાોની બાય ૧૦૦મીટર ફ્રી સ્ટાઇલ રીલે જીતી હતી.

(3:42 pm IST)