Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

સિનસિનાટી માસ્ટર્સનો ખિતાબ ફેડરરને હરાવીને યોકોવિચે હાસિલ કર્યો

નવી દિલ્હી:ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન સુપરસ્ટાર્સ - સ્વિસ લેજન્ડ ફેડરર અને સર્બિયાના યોકોવિચ વચ્ચે સિનસિનાટી માસ્ટર્સની ડ્રીમ ફાઈનલ રમી. રમી  યુએસ ઓપન પહેલા ચાલી રહેલી અમેરિકન હાર્ડ કોર્ટ ટેનિસ ટુર્નામેન્ટ - સિનસિનાટી - માં ૧૦માં ક્રમાંકિત યોકોવિચે સાતમા સીડેડ ક્રોએશિયન ખેલાડી સિલીકને -, -, -૩થી હરાવ્યો હતો. જ્યારે ફેડરર સેમિ ફાઈનલમાં - (-), -૧થી આગળ હતો, ત્યારે બેલ્જીયમનો ડેવિડ ગોફિન ઈજાગ્રસ્ત બનીને ખસી ગયો હતો અને સાથે ફેડરરનો ફાઈનલમાં પ્રવેશ થયો હતો. ફેડરર અને યોકોવિચ વચ્ચે છેલ્લે ૨૦૧૫માં ગ્રેટ બ્રિટનમાં યોજાયેલી એટીપી ફાઈનલ્સ ટુર્નામેન્ટની ફાઈનલ રમાઈ હતી. તેમાં યોકોવિચ -,-૪થી વિજેતા બન્યો હતોજોકે ફેડરરે ત્યાર બાદ ફરી તેની આગવી લય મેળવી લીધી છે. જ્યારે યોકોવિચ કોણીની ઈજાના કારણે લાંબા સંઘર્ષ બાદ ટોચના ખેલાડીઓમાં પાછો ફર્યો છે, જેના કારણે બંને વચ્ચેની ટક્કર ભારે રસપ્રદ બનશેફેડરર અને યોકોવિચ વચ્ચે અત્યાર સુધી કુલ ૪૫ મુકાબલા ખેલાયા છે,જેમાંથી ૨૩ યોકોવિચ જીત્યો છે, જ્યારે ૨૨ મેચો ફેડરરના નામે રહી છે. બંને વચ્ચે રમાયેલી છેલ્લી પાંચમાંથી ત્રણ મેચ યોકોવિચ અને બે મેચ ફેડરર જીત્યો છે. જ્યારે છેલ્લી ચારમાંથી ત્રણ મેચ યોકોવિચના નામે રહી છે. વર્ષ ૨૦૧૫માં તેઓ સિનસિનાટી માસ્ટર્સની ફાઈનલમાં ટકરાયા હતા, જ્યાં ફેડરર - (-), -૩થી વિજેતા બન્યો હતો.

(3:42 pm IST)