Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

એશિયન ગેમ્સમાં શૂટર દીપકકુમારે સિલ્વર મેડલ જીત્યો :શૂટિંગમાં રવિકુમાર નિશાન ચુક્યા

એશિયન ગેમ્સના બીજા દિવસે ભારતે સિલ્વર મેડલ મેળવ્યો છે. શૂટર દીપક કુમારે 10 મીટર એર રાઇફલમાં 247.7 પોઈન્ટ મેળવી બીજો ક્રમ હાંસલ કર્યો છે જ્યારે ચીનના શૂટર યાંગ હાઓરાને 249.1 પોઈન્ટ મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો

  શૂટિગમાં ભારતના રવિ કુમાર નિશાન ચૂકી ગયા જેથી તેઓ શુટિગમાં ચોથા ક્રમાકે પહોંચી ગયા હતા. એશિયન ગેમ્સના પહેલા દિવસે ભારતની ઝોળીમાં બે પદક આવ્યા હતા. જેમા પહેલવાન બજરંગ પૂનિયાએ ગોલ્ડ તો 10 મીટર શુટિંગમાં ભારતને બ્રોન્ઝ મળ્યો હતો.

(1:42 pm IST)