Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

કોરોના વાયરસના કારણે બ્રેક બાદ વાપસી કરશે તો ફાસ્‍ટ બોલરોને લયમાં આવતા 4 થી 6 અઠવાડિયા લાગશેઃ ભારતના પૂર્વ ફાસ્‍ટ બોલર ઇરફાન પઠાણ

નવી દિલ્હી: ભારતના પૂર્વ ફાસ્ટ બોલર ઇરફાન પઠાણનું માનવું છે કે કોરોના વાયરસના કારણે બ્રેક બાદ જ્યારે વાપસી કરશે તો ફાસ્ટ બોલરોને લયમાં આવતાં ઓછામાં ઓછા 4 થી 6 અઠવાડિયાનો સમય લાગશે. કોવિડ 19ના સંક્રમણને રોકવા માટે દેશભરમાં લાગૂ લોકડાઉનના કારણે ભારતમાં મોટાભાગના ક્રિકેટર માર્ચથી જ અભ્યાસ કરી શકતા નથી. ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે મહારાષ્ટ્રના બોઇસરમાં મેમાં ટ્રેનિંગ શરૂ કરી જ્યારે ઋષભ પંત અને સુરેશ રૈનાએ તાજેતરમાં જ ગાજિયાબાદમાં નેટ અભ્યાસ કર્યો.

અન્ય ખેલાડીઓમાં ચેતેશ્વર પુજારા, ઉમેશ યાદવ, મોહમંદ શમી અને ઇશાંત શર્મા પણ ટ્રેનિંગ શરૂ કરી ચૂક્યા છે. ભારત તરફ 29 ટેસ્ટ અને 120 વનડે મેચ રમનાર ઇરફાન પઠાણે સ્ટાર સ્પોર્ટ્સના શો ક્રિકેટ કનેક્ટેડ પર કહ્યું 'ઇમાનદારીથી કહૂ તો મને ફાસ્ટ બોલને લઇને ચિંતા થાય છે.'

તેમણે આગળ કહ્યું 'તેમને લય પ્રાપ્ત કરવા માટે 4 થી 6 મહિનાનો સમય લાગી શકે છે. આ મુશ્કેલ કામ છે અને જો તમે 140-150 કિમી પ્રતિકલાકની ગતિથી ઝડપી બોલીંગ કરો છો. એક બોલ ફેંકવા માટે 25 ગજ દોડતાં અને પછી કેટલીક ઓવર ફેંકે છે તો આ મુશ્કેલ છે.'

ઇરફાન પઠાણે કહ્યું કે 'આપણા શરીરમાં જકડન આવી જાય છે, ઇજાની સંભાવના પણ મહત્વપૂર્ણ હશે કે કોઇપણ ઝડપ ફાસ્ટ બોલરને લયમાં આવવામાં 4 થી 6 અઠવાડિયાનો સમય લાગે છે એતલા માટે મને લાગે છે કે ફાસ્ટ બોલરોને સ્પિનરો અને બેટ્સમેનોની તુલનામાં વધુ સતર્ક રહેવું પડશે. 

(5:09 pm IST)