Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશને છબરડો: લંડનમાં મહિલા હોકી ટીમના ફોટોશુટમાં રાષ્ટ્રીય ધ્વજમાંથી 'અશોક ચક્ર' ગાયબ

નવી દિલ્હી: લંડનમાં મહિલાઓના હોકી વર્લ્ડ કપ અગાઉના ફોટોશૂટમાં આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશને છબરડો કરતાં 'અશોક ચક્ર' વિનાના તિરંગાને ભારતના રાષ્ટ્રધ્વજ તરીકે રજુ કર્યો હતો. જે અંગે ભારતીય ચાહકોએ ઉગ્ર રોષ સાથે નારાજગી વ્યક્ત કરી હતી. નોંધપાત્ર છે કે, હાલ આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશનના વડા ભારતના નરેન્દ્ર બત્રા છે. હોકી ઈન્ડિયાએ અંગે સત્તાવાર વિરોધ નોંધાવ્યો છે કે નહિ તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથીથેમ્સ નદીના કિનારે વર્લ્ડ કપ અગાઉ ફોટોશૂટ યોજાયું હતુ, જેમાં વર્લ્ડ કપમાં ભાગ લેનારા ૧૬ દેશોની ટીમોની કેપ્ટન્સે તેમના રાષ્ટ્રધ્વજની પાસે ઉભી રહીને તસવીર ખેંચાવી હતી. જોકે ભારતીય કેપ્ટન રાની રામપાલને જે ધ્વજની પાસે ઉભી રાખવામાં આવી હતી, તે તિરંગામાં અશોક ચક્ર નહતું. જોકે ભારતીય ચાહકોએ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર અંગે ઉગ્ર રોષ અને નારાજગી વ્યક્ત કરી હતી.

(5:04 pm IST)