Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ભારતીય ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીએ ધોનીની નિવૃત્તિની અફવાઓનું ખંડન કર્યું

નવી દિલ્હી: લીડ્સમાં ઈંગ્લેન્ડ સામેની ત્રીજી અને સિરીઝની આખરી વન-ડે ઈન્ટરનેશનલ મેચ પૂરી થયા બાદ પેવિલિયનમાં પાછા ફરતી વખતે ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને અમ્પાયરો પાસેથી બોલ લેતો બતાવી વિડિયો ક્લિપ્સથી એવી અફવા ઉડી છે કે ધોની વન-ડે ક્રિકેટમાંથી પણ નિવૃત્ત થઈ રહ્યો હોવાનો આ નિર્દેશ છે.પરંતુ, ભારતીય ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીએ આ અફવાઓનું ખંડન કર્યું છે અને કહ્યું છે કે આ બધો બકવાસ છે. એમએસ ક્યાંય જવાનો નથી. 
શાસ્ત્રીએ કહ્યું કે ૪૫ ઓવર નખાઈ ગયા બાદ બોલની હાલત કેવી થઈ જાય છે એ ભારતના બોલિંગ કોચ ભરત અરૃણને બતાવવા માટે ધોનીએ એ બોલ અમ્પાયરો પાસેથી લીધો હતો. ઉલ્લેખનીય છે કે, ધોની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ચૂક્યો છે. એ ૨૦૧૯માં ઈંગ્લેન્ડ-વેલ્સમાં સંયુક્ત રીતે યોજાનાર આઈસીસી વર્લ્ડ કપમાં રમશે એવી ધારણા છે. 

 

(5:03 pm IST)