Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ઓસ્ટ્રેલિયામાં રમાશે ઇન્ડિયન પ્રીમિયર લીગ

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ દુનિયાની સૌથી સફળ ક્રિકેટ લીગ છે. આમ તો દુનિયાભરમાં ઘણી લીગ રમાઈ રહી છે. જોકે આઈપીએલ જેવી ફેન ફોલોઇંગ કોઈની નથી. જેથી ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ) પોતાની બિગ બેશ લીગને ઇન્ડિયન પ્રીમિયર લીગની જેમ રમાડવાનો નિર્ણય કર્યો છે. રિપોર્ટ પ્રમાણે ઓસ્ટ્રેલિયાની ઘરેલું ટી-૨૦ ટૂર્નામેન્ટ બિગ બેશ લીગ (બીબીએલ)માં હવે પછીની સિઝનમાં મેચની સંખ્યામાં વધારો કરવામાં આવશે. બીબીએલની આગામી સિઝનની શરૃઆત ૧૯ ડિસેમ્બરથી થઈ રહી છે. 
ગત સિઝનમાં રમાયેલ ૪૦ મેચના સ્થાને બીબીએલની નવી સિઝનમાં ૫૬ ગ્રૂપ મેચ રમાશે. સીએએ સાથે જણાવ્યું હતું કે મેચ હોમ એન્ડ અવે ફોર્મેટમાં રમાશે. આઠ ટીમ કુલ ૧૪-૧૪ મેચ રમશે. ગ્રૂપ રાઉન્ડ પછી નોકઆઉટ રાઉન્ડ આવશે. પ્રકારની ફોર્મેટ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની છે. 
સાથે સીએએ ઘરેલું વાર્ષિક ટૂર્નામેન્ટ માટે નવા સ્થળોની પણ જાહેરાત કરી છે. ટર્નામેન્ટ ૬૧ દિવસ ચાલશે. જે પહેલાના મુકાબલે ૧૩ દિવસ વધારે છે. વર્ષે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર આંતરાષ્ટ્રીય ટી-૨૦ મેચની યજમાની કરનાર ગોલ્ડ કોસ્ટનું નવું મેટ્રીકોન સ્ટેડિયમ બીબીએલની મેચોનું પણ આયોજન કરશે. સ્ટેડિયમ સિવાય એલિસ સ્પ્રિંગ્સમાં ટ્રેગર પાર્ક અને લાંસેસ્ટનમાં યુટીએસ સ્ટેડિયમ આવનાર સિઝનમાં મેચોની યજમાની કરશે.

(5:01 pm IST)