Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

યુવા ક્રિકેટરો માટે ક્રિકેટ ઍકૅડેમી શરૂ કરશે સચિન મિડલસેક્સ ક્રિકેટ ક્લબ સાથે મળીને લોન્ચ કરશે

મુંબઈ :ભારતરત્ન સચિન તેન્ડુલકરે ગઈ કાલે મિડલસેક્સ ક્રિકેટ ક્લબ સાથે મળીને તેન્ડુલકર મિડલસેક્સ ગ્લોબલ ઍકૅડેમી (TMGA) લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ઍકૅડેમી 9થી 14 વર્ષના છોકરાઓ અને છોકરીઓને તેન્ડુલકર અને મિડલસેક્સ ક્રિકેટ ક્લબ પાસેથી ક્રિકેટ શીખવાની તક આપશે. આ ઍકૅડેમીની પહેલી શિબિર નૉર્થવુડની મર્ચન્ટ ટેલર્સમાં 6થી 9 ઑગસ્ટ દરમ્યાન યોજાશે.

(1:37 pm IST)