Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ધોની પર ઉંમરની અસર હવે દેખાય છે : સેહવાગ

ગૌતમ ગંભીર બાદ હવે ભૂતપૂર્વ ક્રિકેટર વિરેન્દર સેહવાગે પણ મહેન્દ્રસિંહ ધોનીની બેટીંગની ટીકા કરી છે. તેણે કહ્યું હતું કે મને લાગે છે કે ધોની હવે પહેલા જેવો નથી રહ્યો. તેના પર ઉંમરની અસર દેખાઈ રહી છે. અગાઉ તે ઈનિંગ્સ દરમિયાન છેલ્લે સુધી રમવાની જવાબદારી લેતો હતો. દરમિયાન જેટલા ડોટ બોલ રમતો હતો એની ભરપાઈ પણ કરી દેતો હતો. હું વન-ડેમાં હાર માટે બેટ્સમેનોને જ જવાબદાર ગણું છું.

(12:44 pm IST)