Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ઈંગ્લેન્ડનો ભૂતપૂર્વ બોલર ફિલ ટફનેલ થયો કુલદીપના સ્પિન પર આફરીન

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ સ્પિનર ફિલ ટફનેલે કુલદીપની પ્રશંસા કરતા કહ્યુ હતું કે તેને ટેસ્ટ સીરીઝમાં રમાડવાનો વિચાર યોગ્ય છે, કારણ કે તમને લેફટી રીસ્ટ સ્પિનર બહુ નહિં મળે. તમામ ફોર્મેટમાં આવા બહુ જ ઓછા સ્પિનરો છે. જયારે - જયારે આવા બોલરોને તમે જુઓ છો ત્યારે - ત્યારે તમારે તમારી રમતને સુધારવી પડે છે, કારણ કે તમે આવો સ્પિનર અગાઉ કયારેય જોયો નથી હોતો.

કુલદીપને ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનમાં રમાડવા વિશે તેણે કહ્યુ હતું કે સારૂ છે કે તેનો ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો. એવુ પણ થઈ શકે કે પીચ અને પરિસ્થિતિને જોતા ભારત ત્રણ સ્પિનરો સાથે રમશે.

(4:09 pm IST)