Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરને 21 મી સદીનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન તરીકે ચૂંટાયો

સચિને 21 મી સદીના મહાન બેટ્સમેન માટેની રેસમાં શ્રીલંકાનાકુમાર સંગાકારાને પરાજિત કર્યો

નવી દિલ્હી : દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરને 21 મી સદીનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન તરીકે ચૂંટવામાં આવ્યો છે. સ્ટાર સ્પોર્ટસ પોલમાં, સચિન તેંડુલકરે 21 મી સદીના મહાન બેટ્સમેન માટેની રેસમાં શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન કુમાર સંગાકારાને પરાજિત કર્યો હતો. સ્ટાર સ્પોર્ટ્સની કમેન્ટરી પેનલમાં વીવીએસ લક્ષ્‍મણ, ઇરફાન પઠાણ અને આકાશ ચોપરા જેવા દિગ્ગજ ખેલાડીઓ શામેલ હતા.

ગાવસ્કરે કહ્યું કે 21 મી સદીના મહાન બેટ્સમેન માટેની રેસમાં સચિન તેંડુલકર અને કુમાર સંગાકારા વચ્ચે સખત સ્પર્ધા હતી. સચિન તેંડુલકરને આ ખિતાબ ત્યારે મળ્યો છે, જ્યારે તેણે 8 વર્ષ પહેલા જ 2013 માં ક્રિકેટને અલવિદા કહી દીધું છે.

જોકે સચિન તેંડુલકરના નામ પર ટેસ્ટ ક્રિકેટમાં બેટિંગના તમામ મોટા રેકોર્ડ છે. સચિન તેંડુલકરે ટેસ્ટ ક્રિકેટમાં 15921 રન બનાવ્યા છે અને તે લાંબા ગાળે ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર છે. સચિન તેંડુલકરે તેની ટેસ્ટ કારકિર્દીમાં 51 સદી ફટકારી હતી. જેક કાલિસ 45 સદી સાથે ટેસ્ટ ક્રિકેટમાં બીજા ક્રમે સૌથી વધુ સદી ફટકારનાર છે.

(5:55 pm IST)