Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

વિશ્વકપ :બાંગ્લાદેશ સામે ઓસ્ટ્રેલિયાનો શાનદાર વિજય :વોર્નરે 16મી સદી ફટકારી

બાંગ્લદેશને 48 રને હરાવી ઓસ્ટ્રેલિયા પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચ્યું

 

નોટિંઘમઃ આઈસીસી વિશ્વ કપ-2019ની 26મી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને 48 રને પરાજય આપીને પોઈન્ટ ટેબલમાં પોતાનું પ્રથમ સ્થાન મેળવી લીધું છે વર્લ્ડકપની 26મી મેચ ટ્રેન્ટબ્રિજ ખાતે રમાઈ હતી . જેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. જેમાં ટીમે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 381 રન કર્યા છે. ત્યારે કાંગારું તરફથી ડેવિડ વોર્નરે વનડે કરિયરની 16મી સદી ફટકારી હતી.

ઈનિંગમાં વોર્નરે 147 બોલમાં 14 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 166 રન કર્યા હતા. તેણે ઓસ્ટ્રેલિયન કેપ્ટન આરોન ફિન્ચ સાથે પ્રથમ વિકેટની ભાગીદારી માટે 121 રનની ઈનિંગ રમી હતી. જેમાં ફિન્ચે 53 રનનું યોગદાન આપ્યું હતું, જયારે ઉસ્માન ખ્વાજાએ 89 રન કર્યા હતા. બાંગ્લાદેશ તરફથી સફળ બોલર સૌમ્ય સરકાર રહ્યો હતો. તેણે 3 વિકેટ ઝડપી હતી.

ઓસ્ટ્રેલિયા ટીમ જે વર્લ્ડકપ ચેમ્યિન છે, તે ટીમને જીત માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. બાંગ્લાદેશે છેલ્લે સુધી મેચમાં લડત આપી હતી. ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને 48 રને હરાવ્યું છે. જ્યારે 382 રનનો લક્ષ્યાંકનો પીછો કરતાં બાંગ્લાદેશ 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 333 રન કરી શક્યું હતું.

 

(12:54 am IST)