Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

વિશ્વકપ-૨૦૧૯માં ઓસ્‍ટ્રેલિયા, ન્‍યુઝીલેન્ડ, ભારત, ઇંગ્લેન્ડની ટીમ સેમી ફાઇનલમાં પહોંચી શકેઃ પાકિસ્‍તાન માટે માર્ગ કઠીન

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડના હાથે આફ્રિકાની હારની સાથે આઈસીસી વિશ્વ કપ 2019ની સેમીફાઇનલ લાઇનઅપની તસ્વીર ઉભરીને સામે આવવા લાગી છે. જેમ પહેલા પણ આશા વ્યક્ત કરવામાં આવી હતી કે, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, ભારત અને ઓસ્ટ્રેલિયા સેમીફાઇનલમાં પહોંચે તેવું લાગી રહ્યું છે. આમ તો ક્રિકેટમાં કોઈ ચોક્કસ ભવિષ્યવાણી કરવી યોગ્ય નથી પરંતુ અત્યાર સુધીના પરિણામોમાં વાત સ્પષ્ટ દેખાઈ રહી છે કે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા, રનર્સઅપ ન્યૂઝીલેન્ડ, ભારત અને યજમાન ઈંગ્લેન્ડ સેમીમાં પહોંચી શકે છે.

મુશ્કેલ બન્યો પાકિસ્તાનનો માર્ગ

વિશ્વકપમાં કેટલાક અપસેટ પણ થયા છે અને તેના આધાર પર સેમીફાઇનલ લાઇનઅપનો નિર્ણય પૂર્ણ રીતે સુરક્ષિત રાખવો સંભવન નથી. પાકિસ્તાને ઈંગ્લેન્ડને હરાવીને બધાને ચોંકાવ્યા હતા. રીતે આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝને પરાજય આપીને નવી સંભાવનાને જન્મ આપ્યો છે પરંતુ તેનાથી ટોપ-4 પ્રભાવિત થાય તેવું લાગતું નથી.

ભારત અને આફ્રિકાને છોડીને તમામ ટીમો પાંચ-પાંચ મેચ રમી ચુકી છે. ભારતે ચાર તથા આફ્રિકાએ મેચ રમી છે. અફઘાનિસ્તાન (5 મેચ, 5 હાર)ને આગળ જવાનું સંભવન નથી જ્યારે પાકિસ્તાન (5 મેચ, 3 પોઈન્ટ) અને આફ્રિકા (6 મેચ, 3 પોઈન્ટ)નો આગળનો માર્ગ કઠિન છે.

અફઘાનિસ્તાન ટીમે હવે ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ સામે રમવાનું છે, જ્યારે પાકિસ્તાને આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સામે ટકરાવાનું છે. આફ્રિકાએ પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ સામે રમવાનું છે.

બાંગ્લાદેશની પાસે તક

રીતે વેસ્ટ ઈન્ડિઝ (5 મેચ, 3 પોઈન્ટ) અને શ્રીલંકા (5 મેચ, 4 પોઈન્ટ) માટે પણ માર્ગ મુશ્કેલ છે કારણ કે આવનારા સમયમાં ટીમોનો સામનો પોતાથી મજબૂત ટીમો સાથે થવાનો છે. વેસ્ટ ઈન્ડિઝે ન્યૂઝીલેન્ડ અને ભારત સામે રમવા સિવાય અફઘાનિસ્તાન અને શ્રીલંકા સામે રમવાનું છે.

એક ટીમની સૌથી વધુ સંભાવના છે તે છે બાંગ્લાદેશ. ટીમે પાંચ મેચમાં પાંચ પોઈન્ટ હાસિલ કર્યાં છે. તેને બે મેચમાં જીત અને બેમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેની એક મેચ રદ્દ થઈ છે. હવે તેણે ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ભારત અને પાકિસ્તાન સામે રમવાનું છે. જો બાંગ્લાદેશની ટીમ ભારત અને ઓસ્ટ્રેલિયા સામે હારી જાય, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને હરાવે તો તેના 9 પોઈન્ટ થશે, અને પોઈન્ટ સાથે આગળનો માર્ગ સંભવ લાગતો નથી.

કારણ છે કે ટોપ-4મા સામેલ ટીમોના પાંચ-પાંચ મેચ (ભારતને છોડીને) રમી છે અને તમામના આઠ પોઈન્ટ છે. ભારતના ચાર મેચોમાં સાત પોઈન્ટ છે અને સૌથી મહત્વની વાત છે કે ટોપ-4મા સામેટ ટીમોની નેટ રન રેટ ગુણાત્મકમાં છે જ્યારે બાકીની તમામ ટીમોમાં વેસ્ટ ઈન્ડિઝને છોડીને બધાની નેટ રન રેટ ઋૃણાત્મક છે. ત્યાં સુધી કે બાંગ્લાદેશની નેટ રન રેટ માઇનસ 0.27 છે.

હવે ચર્ચા કરીએ સેમીફાઇનલ તરફ અગ્રેસર ટીમોની. તેમાં સૌથી ઉપર ન્યૂઝીલેન્ડ છે, જેના પાંચ મેચોમાં 9 પોઈન્ટ છે. તેની એક મેચ રદ્દ થઈ હતી. ટીમની નેટ રન રેટ 2.16 છે, જે બીજા સ્થાન પર રહેલી ઈંગ્લેન્ડ (પ્લસ 1.86)થી લગભગ દોઢ ગણી છે. કીવી ટીમ અત્યાર સુધી અજેય છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે રમવાનું છે. ટીમનું સેમીફાઇનલમાં પહોંચવું નક્કી છે, પરંતુ ટોપ-2માં જશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે.

યજમાન ઈંગ્લેન્ડ પાંચ મેચોમાં આઠ પોઈન્ટ સાથે બીજા સ્થાન પર છે. ટીમને પાકિસ્તાન સામે હાર મળી હતી પરંતુ સિવાય ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ટીમનું પણ સેમીમાં પહોંચવું નક્કી છે પરંતુ સ્થિતિથી વાકેફ હોવા છતાં જો ટીમ ટોપ 2માં પહોંચે તો નિરાશાની વાત હશે. તેણે આગળ શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, ભારત અને ન્યૂઝીલેન્ડ સામે ટકરાવાનું છે, જે તેના માટે એસિડ ટેસ્ટ સાબિત થશે.

ત્રીજા સ્થાન પર પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા છે. તેના પાંચ મેચોમાં આઠ પોઈન્ટ છે અને તેની નેટ રન રેટ પ્લસ 0.81 છે. ભારત સામે પરાજય સિવાય ટીમે પોતાનું વર્ચસ્વ દેખાડ્યું છે. તેણે હજુ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ જેવી મજબૂત ટીમ સામે ટકરાવાનું છે. તે પણ સેમીફાઇનલમાં પહોંચશે તે નક્કી લાગી રહ્યું છે.

પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહેશે ભારત?

ચોથા સ્થાન પર 2011ની ચેમ્પિયન ભારત છે. તેના ચાર મેચોમાં સાત પોઈન્ટ છે. ભારતે અત્યાર સુધી આફ્રિકા, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાને પરાજય આપ્યો છે.

ભારતે બાકીની પોતાની મેચોમાં ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન સામે ટકરાવાનું છે. ભારતની બાકીની મેચોને જોતા લાગી રહ્યું છે કે ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચશે.

(5:46 pm IST)