News of Wednesday, 20th June 2018

FIFA World Cup 2018: સાઉદી અરબને 1-0થી હરાવીને ઉરુગ્વે નોકઆઉટમાં પહોંચી

રોસ્તોવ-ઓન-ડોન (રશિયા): ફિફા વર્લ્ડ કપ-2018માં સાઉદી આરબને હરાવીને ઉરુગ્વે નૌકાઆઉટમાં પહોંચી છે સ્ટ્રાઇકર લુઈસ સુઆરેજના ગોલની મદદથી ઉરૂગ્વેએ ગ્રુપ-એના મેચમાં સાઉદી અરબને 1-0થી હરાવી દીધું હતું  આ મેચમાં સુઆરેજે 23મી મિનિટે ગોલ  કરીને પોતાની ટીમને જીત અપાવી હતી 

ઉરુગ્વેએ સાઉદી અરબ પર જીતની સાથે નોક આઉટ સ્ટેજમાં પોતાની જગ્યા બનાવી છે આ  જીતની સાથે ઉરુગ્વેને ત્રણ પોઇન્ટ મળ્યાહતા  ઉરુગ્વેની જીતનો ફાયદો યજમાન રૂસને પણ મળ્યો જે  આગામી રાઉન્ડમાં પહોંચી ગયું છે. બીજીતરફ સાઉદી અરબ માટે આગામી રાઉન્ડમાં પહોંચવાની  સંભાવનાઓ સમાપ્ત થઈ ગઈ છે. 

  સાઉદી ટીમે મુકાબલામાં વાપસીનો પ્રયત્ન કર્યો પરંતુ સાઉથ અમેરિકી ટીમે દબાવ બનાવી રાખ્યો અને તેને રોકી દીધું હતું લુઈસ સુઆરેજે ઉરુગ્વેના પોતાના 100માં મેચમાં 23મી મિનિટે ગોલ કર્યો.  સુઆરેજને કાર્લોસ સાંચેજના કોર્નરની કિક મળી જેને તેણે આસાનીથી ગોલ પોસ્ટમાં મોકલી દીધી હતી  આ  ઉરુગ્વે માટે તેનો 52મો ગોલ હતો. 

 સુઆરેજ ઉરુગ્વે તરફથી ત્રણ અલગ વિશ્વ કપમાં ગોલ કરનારો પ્રથમ ખેલાડી પણ બની ગયો છે. તેને  ગોલકીપર મોહમ્મદ અલ-ઓવૈસની ભૂલનો ફાયદો પણ મળ્યો. 

  ઉરુગ્વની ટીમ મજબૂત હતી પરંતુ તે ટૂર્નામેન્ટમાં રેકિંગમાં બીજી સૌથી નિચલા ક્રમાકની ટીમની વિરુદ્ધ  અપેક્ષાનુરૂપ પ્રદર્શન ન કરી શકી. સુઆરેજ ફોર્મમાં ન જોવા મળ્યો. બાર્સિલોનાનો આ સ્ટાર પોતાના  રંગમાં ન હતો.

(11:33 pm IST)
  • ગાંધીનગરની માણસા તાલુકા પંચાયતનું પરિણામ સ્થગિત :પક્ષાંતર કરનારા 10 સભ્યોએ બંધ કવરમાં મતદાન કર્યુ : હવે હાઈકોર્ટમાં કેસ ચાલુ હોવાના કારણે પરિણામ સ્થાગિત :પક્ષાંતર કરનાર સભ્યોના મત ગણતરી મામલે હાઈકોર્ટ 26 જૂને ચૂકાદો આપશે access_time 1:18 am IST

  • યુપીમાં કોચિંગના નામે 3000 રૂપિયાની છેતરપિંડી સરકારી શિક્ષકને મોંઘી પડી :વિદ્યાર્થિનીએ જાહેરમાં ચપ્પલોથી ફટકાર્યો :મહબોના ચરખારી કોતવાલી વિસ્તારમાં બીટીસીની વિદ્યાર્થીનીને મોટી રકમ લીધાના ત્રણ મહિના પછી પણ કોચિંગ ન આપવાથી ગુસ્સે ભરાયેલી વિદ્યાર્થીની તેમના સાથી સાથે મળીને ચપ્પલોથી પિટાઈ કરી access_time 1:14 am IST

  • દિલ્હીમાં સિલીન્ડર ફાટતા એકનું મોતઃ બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઇ access_time 4:11 pm IST