Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

સાઉદી અરેબિયાની ટીમને નડ્યો અકસ્માત

નવી દિલ્હી: રશિયામાં ચાલી રહેલા ફીફા વર્લ્ડ કપ માટે પહોંચેલી સાઉદી અરેબિયાની ટીમ સોમવારે સહેજમાં બચી ગઇ હતી. કારણ કે ટીમને સેન્ટ પીટર્સબર્ગથી લઇને રોસ્તોવ જઇ રહેલા વિમાનના એન્જિનમાં આકાશમાં આગ ફાટી નિકળી હતી. જો કે પાયલોટની સાવધાનીના કારણે રશિયન એરલાઇન્સના વિમાને સુરક્ષિત રીતે ઉતરાણ કરવામાં સફળતા હાંસલ કરી લીધી હતી. કોઇ પણ ખેલાડીને કોઇ ઇજા થઇ હોવાના હેવાલ મળ્યા છે. જો કે ઘટનાથી સમગ્ર રશિયામાં દહેશત ફેલાઇ ગઇ હતી. 
સંબંધમાં માહિતી આપતા એરલાઇન્સના લોકોએ કહ્યુ છે કે વિમાનના એન્જિનમાં કદાચ કોઇ પક્ષી ફસાઇ જવાના કારણે ટેકનિકલ ખરાબી થઇ હતી. જો કે એરલાઇન્સે વિમાનમાં કોઇ આગ લાગી હોવાના અહેવાલને રદિયો આપ્યો છે.જો કે સોશિયલ મિડિયામાં શેયર કરવામાં આવેલા વિડિયોમાં જોઇ શકાય છે કે વિમાનમાં આગ ફાટી નિકળી હતી. 

(5:01 pm IST)