Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ફિફા વર્લ્ડ કપ ૨૦૧૮નું સૌપ્રથમ રેડ કાર્ડ કોલંબિયાના કાર્લોસના નામે

નવી દિલ્હી: કોલંબિયાના મીડફિલ્ડર કાર્લોસ સાન્ચેઝને ફિફા વર્લ્ડ કપ ૨૦૧૮નું સૌપ્રથમ રેડ કાર્ડ આપવામાં આવ્યું હતુ. જાપાન સામેની મેચમાં કાર્લોસે પેનલ્ટી એરિયામાં જાણી જોઈને હેન્ડબોલ કરતાં રેફરીએ સીધું રેડકાર્ડ બતાવીને તેને મેદાનની બહાર મોકલી આપ્યો હતો. જાપાનના શીન્જી કાગવાની કીકને પેનલ્ટી એરિયામાં કાર્લોસે હાથથી અટકાવી હતી. સાથે તેને માત્ર બે મિનિટ અને ૫૬ સેકન્ડની રમત બાદ રેડ કાર્ડ દેખાડવામાં આવ્યું હતુ.   પછી કોલંબિયાની ટીમ બાકીની મેચ માત્ર ૧૦ ખેલાડીઓથી રમતી જોવા મળી હતી. ફિફા વર્લ્ડ કપ ઈતિહાસનું સેકન્ડ ફાસ્ટેસ્ટ રેડ કાર્ડ હતુ. અગાઉ ૧૯૮૬માં સ્કોટલેન્ડ સામેની મેચમાં ઉરૃગ્વેના ડિફેન્ડર જોશ બાતીસ્તાને મેચ પ્રારંભની માત્ર ૫૪ સેકન્ડમાં રેડ કાર્ડ દેખાડવામાં આવ્યું હતુ. તેણે સ્કોટલેન્ડના ગોરડોન ટ્રાચાન પર ગંભીર ફાઉલ કરતાં રેડ કાર્ડ દેખાડવામાં આવ્યું હતુ. વર્લ્ડ કપની ૧૫મી મેચમાં રેડ કાર્ડ દેખાડવામાં આવ્યું હતુ.

(5:00 pm IST)