Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

વેસ્ટઇંડીજના પ્રવાસ પહેલા બહાર થયો બાંગ્લાદેશનો આ ખેલાડી

નવી દિલ્હી: બાંગ્લાદેશે વેસ્ટઈન્ડિંઝ સામે આવેતા મહિને યોજાનાર ટેસ્ટ સિરીઝ માટે ઈજાગ્રસ્ત ઝડપી બોલર મુસ્તફિઝુર રહેમાનને 15 સભ્યોની ટીમમાં પસંદ કર્યો નથી. 22 વર્ષીય ઝડપી બોલરે અત્યાર સુધી 10 ટેસ્ટ મેચોમાં 26 વિકેટ ઝડપી છે. તે મુંબઈ ઇન્ડિયન્સ તરફથી આઈપીએલમાં રમતા ઈજાગ્રસ્ત થયો હતો. મુસ્તાફિજુર રહમાન મુંબઈ ઇન્ડિયન્સ ટીમનો હિસ્સો હતો. તેને ટીમ માટે 7 મેચો રમી અને જેમાં 7 વિકેટ ઝપડી હતી. મુસ્તાફિજુર ફિટ હોવાના લીધે તેને અફગાનિસ્તાન સામેની ત્રણ ટી-20 મેચોની સીરીજમાંથી પણ બાકાત રાખવામાં આવ્યો હતો.

(4:59 pm IST)