Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ટ્યુશેનિયા સામેનો મેચ ૧.૮૩ કરોડ દર્શકોએ નિહાળ્યો

વર્લ્ડકપની જીતમાં ઈંગ્લેન્ડમાં ટીવી જોવાનો બન્યો નવો રેકોર્ડ

ઈંગ્લેન્ડની ટીમને ભલે વર્લ્ડકપમાં પ્રબળ દાવેદાર નથી ગણવામાં આવતી, પરંતુ ટ્યુનિશિયા સામેની મેચમાં છેલ્લી ક્ષણોમાં મળેલી જીતને ત્યાં ટીવી પર ૧.૮૩ કરોડ દર્શકોએ જોઈ હતી. આ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટને ૯૧મી મિનિટમાં ગોલ કરીને ટીમની ૨-૧થી જીત નક્કી કરી હતી. આ મેચને ટીવીના ૬૯.૨ ટકા દર્શકોએ જોઈ હતી. દર્શકોની સંખ્યાને મામલે એણે ગયા મહિને થયેલા શાહી લગ્નના આંકડાને પણ પાછળ મૂકી દીધો હતો. લગભગ ૩૦ લાખ લોકોએ આ મેચને ઓનલાઈન જોઈ હતી જે લાઈવ દર્શકોને મામલે પણ એક રેકોર્ડ છે.

(3:29 pm IST)